Jamnagar તા ૨,
જામનગરમાં લાલવાડી આવાસ વિસ્તારમાં રહેતી એક પરણીતાને જૂનાગઢમાં રહેતા તેણીના દહેજ ભૂખ્યા સાસરિયાંઓએ દહેજ ના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી. ઉપરાંત જેઠ દ્વારા પણ અઘટિત માંગણી કરી શારીરિક અડપલાં કર્યા ની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
જામનગરમાં લાલવાડી આવાસ વિસ્તારમાં રહેતી ફીરદોશ વસીમભાઈ પઠાણ નામની ૨૬ વર્ષની સંધિ જ્ઞાતિની પરણીતાએ પોતાને દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પતિ વસીમભાઈ મહેફુઝખાન પઠાણ, સાસુ ઝુબેદાબેન મહરફુઝખાન પઠાણ, જેઠ જાવીદ મહેફૂઝખાન પઠાણ, અને નણંદ રેશમાબેન મહેફૂઝખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત તેણીનો જેઠ અઘટિત માંગણી કરતો હોવાથી, તેમજ સારીરીક અડપલાં કરીને હેરાન પરેશાન કરતો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. જામનગરની મહિલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તેણીના સાસરીયાઓ સામે ગુનો નોંધી તપાસનો દોર જુનાગઢ સુધી લંબાવ્યો છે.