બે દિવસની બીમારી બાદ બેભાન થઈ ગયેલા તરુણે આખો ખોલી જ નહીં
Rajkot,તા.02
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રોગચાળો વક્રી રહ્યો હોય તેમ રોગચાળા માં રાજકોટના એક આશાસ્પદ વિદ્યાર્થીનું જીવન કરમાઈ ગયું હતું.અંગે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના મવડી ચોકડી પાસે આવેલ ઉદયનગર માં રહેતા અને ધોરણ 11માં અભ્યાસ કરતા વૈભવ પરાગ પાઠક ૧૬ ને બે દિવસ પહેલા ઝાડા ઉલટી થઈ જતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,
વૈભવ એ બેભાન હાલતમાં જ સિવિલ હોસ્પિટલ માં અંતિમ શ્વાસ લીધા હતા.વૈભવ ના પિતા ખાનગી સ્કૂલમાં નોકરી કરે છે વૈભવ બે ભાઈઓમાં મોટો હતો બે દિવસની બીમારીમાં બેલડામાં મોટા દીકરાનું મોત નીપજત્તા પરિવારમાં કરુણ કલ્પાંત મચી જવા પામ્યો હતો. અંગે માલવીયા નગર પોલીસે તપાસ કરી રહી છે