Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PSL 2026 માં શાહીન આફ્રિદીનું શરમજનક કૃત્ય, આઉટ થયા પછી ગુસ્સે ભરાયો, વીડિયો વાયરલ

    April 18, 2026

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PSL 2026 માં શાહીન આફ્રિદીનું શરમજનક કૃત્ય, આઉટ થયા પછી ગુસ્સે ભરાયો, વીડિયો વાયરલ
    • ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે
    • માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!
    • મહિલા અનામત – સરકારનો માસ્ટરસ્ટ્રોક; નિયમ ૬૬ ની રાજકીય શતરંજ
    • DeepFakes નો ખતરોઃ નકલી વિડિયો અને અવાજથી વધી રહી છે સાયબર ઠગાઈ
    • કોંગ્રેસ બંધારણમાં માનતી નથી. કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે,Shankar Prasad
    • પાકિસ્તાનમાં લોટના ભાવ ગરીબીમાં વધુ વધારો કરે છે, ૧૦૦ થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા
    • જો પત્ની પોતાની ફરિયાદમાં દહેજ સ્વીકારે તો તેના પરિવાર પર કાર્યવાહી કરવામાં આવશે નહીં,Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Narendra Modi અને ગુજરાત…વાઇબ્રન્ટ સમિટ થકી વિકાસનો વારસો
    ગુજરાત

    Narendra Modi અને ગુજરાત…વાઇબ્રન્ટ સમિટ થકી વિકાસનો વારસો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraSeptember 17, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.17
    આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષ પૂર્ણ કરશે. આ પ્રસંગે તેમના વિઝનરી આઇડીયાથી દેશના વિકાસમાં જે પરિવર્તનકારી યુગ શરૂ થયો તેના પર નજર કરવી જરૂરી છે. તેમણે વિકાસનો જે વારસો આપ્યો છે, તેમાં એક મહત્વપૂર્ણ અધ્યાય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે જેની શરૂઆતમાં 2003માં થઇ હતી જ્યારે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા. આજે આ સમિટ ઔદ્યોગિક પુનત્થાન, ગ્લોબલ ડિપ્લોમેસી અને એક વ્યૂહાત્મક આયોજનનું પ્રતીક બની ગઇ છે.

    ► વિઝનની શરૂઆત
    2000ના દાયકાની શરૂઆતમાં, ગુજરાત આર્થિક અને માળખાગત પડકારોનો સામનો કરી રહ્યું હતું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેની સામે એક સાહસિક પ્રતિભાવ આપ્યો. તેમનું વિઝન હતું એક એવા વૈશ્વિક પ્લેટફોર્મનું નિર્માણ કરવાનું જે વિશ્વભરમાંથી રોકાણોને આકર્ષે અને ગુજરાતની ક્ષમતાનું પ્રદર્શન કરે.

    વાઇબ્રન્ટ ગુજરાતની કલ્પના એક ઔપચારિક સમિટ તરીકે નહીં, પરંતુ ઔદ્યોગિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય જોડાણ માટેના વ્યૂહાત્મક એન્જિન તરીકે કરવામાં આવી હતી.

    ► પરિવર્તનના 22 વર્ષ
    છેલ્લા 22 વર્ષોમાં, આ સમિટે તેની પ્રતિષ્ઠામાં ઉત્તરોતર વધારો કર્યો છે અને અત્યારે તે વિશ્વના સૌથી પ્રભાવશાળી આર્થિક મંચોની યાદીમાં સામેલ થઇ છે. ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર પર તેની વ્યાપક અસર થઇ છે.

    ઉત્પાદનમાં ઉછાળોઃ 2008 બાદ સાણંદમાં ટાટા મોટર્સના આગમનથી ઓટો અને એન્જિનિયરિંગ રોકાણોનો દોર શરૂ થયો, જેના કારણે ગુજરાત ઓટો અને મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બન્યું.

    ઊર્જા અને પેટ્રોકેમિકલ્સઃ રિફાઇનરીઓ, LNG ટર્મિનલ્સ અને નવીનીકરણીય ઊર્જા પાર્કમાં મોટા રોકાણો સાથે, ગુજરાત ઊર્જા ક્ષેત્રે ભારતમાં મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું.
    ટેક્સટાઇલ અને અપેરેલઃ સુરત અને અમદાવાદમાં નોંધપાત્ર વિકાસ થયો અને આ શહેરો વૈશ્વિક સોર્સિંગ હબ બન્યા.

    ફાર્માસ્યુટિકલ્સઃ ગુજરાત હવે ભારતના ફાર્મા ઉત્પાદનમાં મોટો હિસ્સો ધરાવે છે, ઝાયડસ અને ટોરેન્ટ જેવી કંપનીઓ વૈશ્વિક સ્તરે વિસ્તરી રહી છે.

    ટેકનોલોજી અને નવીનતા : તાજેતરની સમિટોમાં ઇન્ડસ્ટ્રી 4.0, AI અને સેમિક્નડક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેના લીધે સ્ટાર્ટઅપ્સ અને ટેક્નોલોજી ક્ષેત્રની મોટી કંપનીઓને રસ પડી રહ્યો છે.

    ► વૈશ્વિક માન્યતા
    શરૂઆતથી જ, વાઇબ્રન્ટ ગુજરાત એક વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. 2024નું સંસ્કરણ અમૃતકાલમાં આયોજિત પ્રથમ સંસ્કરણ હતું જેમાં 100થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ફુડ પ્રોસેસિંગ, નવીનીકરણીય ઊર્જા, બંદરોની માળખાગત સુવિધાઓ સહિતના ક્ષેત્રોમાં મુખ્ય દેશો સાથે મહત્વપૂર્ણ કરારો થયા હતા.

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ મિત્ર (વિકાસ માટે વૈશ્વિક ભાગીદાર) તરીકે ભારતની ભૂમિકા પર ફરીથી ભાર મૂક્યો અને 2047 સુધીમા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મજબૂતીથી આગળ વધવાનું આહ્વાન કર્યુ.

    ► રોજગાર સર્જનઃ સમાવેશી વિકાસનો આધારસ્તંભ
    વાઇબ્રન્ટ ગુજરાત પહેલનું એક સ્પષ્ટ પરિણામ એ છે કે રાજ્યભરમાં રોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે. 2003થી 2024 સુધી, દરેક સમિટ રોજગારીનું સર્જન કરવા કેન્દ્રિત હતી, જેના કારણે કૃષિ, એન્જિનિયરિંગ, ઓટો મેન્યુફેક્ચરિંગ, કાપડ, શિક્ષણ, એગ્રો પ્રોસેસિંગ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે.

    આ સમિટ દ્વારા તમામ 33 જિલ્લાઓમાં રોજગારીનું સર્જન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ રોકાણો વ્યૂહાત્મક રીતે અલગ અલગ પ્રદેશોમાં લાવવામાં આવ્યા હતા જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે રોજગારી માત્ર શહેરો સુધી જ મર્યાદિત ન રહે પરંતુ સેમી અર્બન અને ગ્રામ્ય વિસ્તારો સુધી પણ પહોંચે. રાષ્ટ્રીય રોજગાર સૂચકાંકોમાં ગુજરાતે સતત ટોપ રેન્ક જાળવી રાખી છે જે દર્શાવે છે કે આ સમિટે સમાવિષ્ટ અને કૌશલ્ય-આધારિત વિકાસને પ્રોત્સાહન આપ્યું છે.

    ► દૂરદર્શિતાપૂર્ણ જન્મદિવસ
    માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 75 વર્ષના થઈ રહ્યા છે, ત્યારે આ સમય પ્રતીકાત્મક છે. ગુજરાત પણ વર્ષ 2035 માટે પોતાના 75મા વર્ષની તૈયારીઓ કરી રહ્યું છે, જેમાં ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ અને રમત-ગમત ક્ષેત્ર માટેનો 10 વર્ષનો રોડમેપ છે. વડાપ્રધાનએ તેમની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન શહેરી વિકાસ વર્ષ 2025ની જાહેરાત કરી હતી, જે સમાવેશી શહેરી વિકાસ માટેની બ્લૂપ્રિન્ટ છે. તેમનો વારસો તેમની ભૂતકાળની સિદ્ધિઓમાં જ નહીં, તેમના સાતત્યપૂર્ણ વિઝનમાં પણ રહેલો છે.

    ► વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ
    વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પહોંચ અને અસરકારકતાને રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે આ વર્ષે રાજ્યભરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સીસ પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા, સેક્ટર-સ્પેસિફિક રોકાણો આકર્ષિત કરવા અને વૈશ્વિક જોડાણને વધુ ગાઢ બનાવવા માટે આયોજિત કરવામાં આવી રહી છે.

    દરેક રિજનલ કોન્ફરન્સ, પ્રાદેશિક સિદ્ધિઓ અને સફળતાની ગાથાઓ પ્રદર્શિત કરવા, નવી નીતિગત પહેલો અને રોકાણોની તકોની જાહેરાત કરવા, નવીનીકરણ અને વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સમાવેશી વિકાસને વેગ આપવાના ઉદ્દેશથી સ્થાનિક અર્થતંત્રોને સશક્ત બનાવવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મની ભૂમિકા ભજવશે.

    ઉત્તર ગુજરાત માટેની રિજનલ કોન્ફરન્સ 9 અને 10 ઓક્ટોબર, 2025ના રોજ મહેસાણા ખાતે યોજાશે, જે ગુજરાતના જિલ્લાઓમાં પરિવર્તનશીલ યાત્રાની શરૂઆત કરશે. ત્યારબાદ અન્ય ત્રણ રિજનલ કોન્ફરન્સીસ અનુક્રમે રાજકોટ (કચ્છ-સૌરાષ્ટ્ર રિજન), સુરત (દક્ષિણ ગુજરાત) અને વડોદરા (મધ્ય ગુજરાત) ખાતે આયોજિત કરવામાં આવશે.

    આ કોન્ફરન્સીસના પરિણામો અને મહત્વની બાબતો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આગામી સંસ્કરણ દરમિયાન વિશિષ્ટ રીતે પ્રદર્શિત કરવામાં આવશે, જે તકો અને નવીનીકરણના કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

    ► ભવિષ્ય તરફ
    વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ ફક્ત રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ માટેની એક સમિટ જ નથી, પરંતુ તે સક્રિય શાસન, વ્યૂહાત્મક આયોજન અને વૈશ્વિક સહયોગની ફિલસૂફી છે. ભારત તેના અમૃતકાળમાં પ્રવેશી રહ્યું છે, અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 75 વર્ષની યાત્રા અને તેમના સફળ નેતૃત્વની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આ સમિટ એ પરિવર્તનશીલ વિકાસમાં તેમના દૃઢ વિશ્વાસનો જીવંત પુરાવો છે. આ એ વારસો છે જે ગુજરાતને આકાર આપી રહ્યો છે, અને હવે રાષ્ટ્રને પણ પ્રેરણા આપી રહ્યો છે.

    GUJARAT Narendra Modi Vibrant Summit
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    કોંગ્રેસ બંધારણમાં માનતી નથી. કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે,Shankar Prasad

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાનમાં લોટના ભાવ ગરીબીમાં વધુ વધારો કરે છે, ૧૦૦ થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા

    April 18, 2026
    અન્ય રાજ્યો

    અમે ગાયોની કતલ થવા દઈશું નહીં, અમે હિન્દુઓને વિભાજીત થવા દઈશું નહીં,Yogi Adityanath

    April 18, 2026
    અન્ય રાજ્યો

    મુસ્લિમ સમર્થક દ્વારા ચડાવવામાં આવેલી ટોપી પહેરવાનો ઇનકાર કર્યો હતો,CM ચૌધરી

    April 18, 2026
    અન્ય રાજ્યો

    Samrat સરકાર ૨૪ એપ્રિલે બિહાર વિધાનસભામાં વિશ્વાસ મત માંગશે

    April 18, 2026
    અન્ય રાજ્યો

    Maharashtra માં ધોરણ ૧થી ૧૦ સુધી મરાઠી ફરજિયાત

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PSL 2026 માં શાહીન આફ્રિદીનું શરમજનક કૃત્ય, આઉટ થયા પછી ગુસ્સે ભરાયો, વીડિયો વાયરલ

    April 18, 2026

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026

    મહિલા અનામત – સરકારનો માસ્ટરસ્ટ્રોક; નિયમ ૬૬ ની રાજકીય શતરંજ

    April 18, 2026

    DeepFakes નો ખતરોઃ નકલી વિડિયો અને અવાજથી વધી રહી છે સાયબર ઠગાઈ

    April 18, 2026

    કોંગ્રેસ બંધારણમાં માનતી નથી. કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે,Shankar Prasad

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PSL 2026 માં શાહીન આફ્રિદીનું શરમજનક કૃત્ય, આઉટ થયા પછી ગુસ્સે ભરાયો, વીડિયો વાયરલ

    April 18, 2026

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.