(મિલન જોશી દ્વારા) Junagadhતા. ૨૨
કેશોદ પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને રંગેહાથ ઝડપી લઇ, સ્થળ પરથી રોકડ અને જુગારનો સામાન કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
કેશોદ પોલીસ સ્ટેશનના પો.હે.કોન્સ. પ્રકાશભાઈ ડાભી, પો.કોન્સ. હાર્દિકભાઈ સિસોદીયા, સુરેશભાઈ ભંભાણા, ભરતસિંહ સિસોદીયા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, જવાહર ચોક તરફની ગલીમાં કેટલાક ઇસમો જાહેરમાં ઘોડી-પાસા વડે પૈસાની હાર-જીતનો જુગાર રમે છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે પંચો સાથે સ્થળ પર રેઈડ કરતા ૪ ઇસમો જુગાર રમતા હતા અને પોલીસને જોતા જ નાસવાનો પ્રયાસ કરતા હતા પરંતુ પોલીસે તમામ ઈસમો જેમાં હસનભાઈ અલ્લારખાભાઈ, અફજલભાઈ દોસમાનભાઈ, ફારૂકભાઈ હસનભાઈ, હબીબશા આમદભાઈ (રહે. બધા લીમડા ચોક કેશોદ) ને રોકડ રૂપિયા તથા જુગારના સાધનો સહિત પકડી પાડી, જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

