Junagadh,તા.૨
જૂનાગઢના કેશોદમાં સગીરા પર બે વિધર્મીએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ. સગીરાએ આ મુદ્દે બે જણા સામે ફરિયાદ નોંધાવી છે. આ બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેના કારણે હવે બંને આરોપીઓ સામે પોક્સો હેઠળ કેસ નોંધાઈ શકે છે. બંને શખ્સ હનીફ સીડા અને આયુષ બુરબાન સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બંનેની સામે પોક્સો તેમજ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધીને આગળ તપાસ આદરી છે. આ કેસમાં વિધર્મીઓ જોડાયેલા હોઈ હિંદુ સંગઠનો તેમા ઝંપલાવે તેવી પૂરેપૂરી સંભાવનાને પોલીસ ધ્યાનમાં રાખી રહી છે.
પોલીસે આ સંભાવનાને ધ્યાનમાં રાખીને અત્યારથી જ તકેદારી રાખવા માંડી છે. તેને લઈને આરોપીઓને પોલીસે ત્વરાથી ઝડપી લીધા હતા. આના લીધે આગામી સમયમાં કોઈ સંગઠન દેખાવ કરવા ઉતરે તો તેને જવાબ આપી શકાય છે.
આ ઉપરાંત પોલીસે ગુનેગારો સામે પોક્સો હેઠળ કેસ નોંધતા અને તેની સાથે એટ્રોસિટીનો પણ કેસ નોંધાવતા તેમની સામે આકરી કાર્યવાહી થઈ શકે તેમ છે. આ આરોપીઓને આ બંને કેસના પગલે આકરી સજા થશે અને કમસેકમ પંદર વર્ષની સજા થશે તેમ માનવામાં આવે છે. આ આરોપીઓ સામે પોલીસનો કેસ એટલો મજબૂત હશે કે તેઓની યુવાની જેલમાં જ પૂરી થઈ જશે તેમ મનાય છે. આગામી દિવસોમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા કોઈપણ ગુનેગાર સાથે પોલીસ મજબૂત પગલાં લેવાનો ઇરાદો ધરાવે છે.