Portugal,તા.03
હાલના દિવસોમાં પોર્ટુગલ ભીષણ ગરમીની ઝપેટમાં છે, પરંતુ આ ભીષણ ગરમી વચ્ચે, દરિયા કિનારે એક એવું દૃશ્ય જોવા મળ્યું જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. તે કોઈ તોફાન કે કુદરતી આફત ન હતી, પરંતુ વાદળોનો એક દુર્લભ અને ખૂબ જ સુંદર નજારો હતો.
આ અનોખા વાદળની રચનાને રોલ ક્લાઉડ કહેવામાં આવે છે. આ દ્રશ્ય એટલું ડરામણું હતું કે, ત્યાં હાજર લોકોએ તેના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
‘રોલ ક્લાઉડ’ એક લાંબો અને આડા ફેલાયેલા સિલિન્ડર આકારના વાદળો હોય છે. આ વાદળ સામાન્ય રીતે જમીનની ખૂબ નજીક જોવા મળે છે અને એવું લાગે છે કે તે ફરતી વખતે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. આ એક એવું દૃશ્ય છે જે ભાગ્યે જ જોવા મળે છે, તેથી જ પોર્ટુગલમાં લોકો તેને જોઈને ચોંકી ગયા થયા હતા.
રોલ ક્લાઉડ એક દુર્લભ હવામાન ઘટના છે, જે એક ખાસ પ્રક્રિયા દ્વારા બને છે. તે ત્યારે થાય છે જ્યારે ગરમ અને ભેજવાળી હવા ઉપર ચઢે છે અને ઠંડી હવા સાથે અથડાય છે. આ પ્રક્રિયા હવાના દબાણમાં એક ખાસ સંતુલન બનાવે છે, જેના કારણે વાદળો સિલિન્ડર જેવો લાંબો અને ગોળ આકાર લે છે.
સામાન્ય રીતે આ વાદળો તોફાન પહેલાં અથવા દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે જ્યાં હવાનો પ્રવાહ આ પ્રકારનો આકાર બનાવવા માટે અનુકૂળ હોય છે.
પોર્ટુગલમાં દરિયા કિનારે હવામાનમાં અચાનક ફેરફાર થતાં આ વાદળો જોવા મળ્યા હતા. ત્યાં હાજર લોકોના જણાવ્યા મુજબ, આ વિશાળ વાદળ ધીમે ધીમે સમુદ્રની સપાટી પર જમીન તરફ આગળ વધી રહ્યું હતું જાણે આકાશમાંથી કોઈ વિશાળ ચાદર નીચે પડી રહી હોય.
આ અનોખી ઘટના જોઈને ઘણા લોકોએ તેને કુદરતી અજાયબી ગણાવી હતી. દરિયા કિનારે હાજર બાળકો, યુવાનો અને વૃદ્ધો બધાએ આ સુંદર દ્રશ્યના ફોટા પાડ્યા અને તેનો ભરપૂર આનંદ માણ્યો હતો.