Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    4 જુલાઈનું રાશિફળ

    July 3, 2025

    4 જુલાઈનું પંચાંગ

    July 3, 2025

    World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 4 જુલાઈનું રાશિફળ
    • 4 જુલાઈનું પંચાંગ
    • World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી
    • હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપ ભાગ-3
    • તંત્રી લેખ…અમરનાથ યાત્રા આતંકવાદ સામે પણ એક મોટો સંદેશ આપવા જઈ રહી છે
    • Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Rajkot: ડૂમિયાણી ગામેં જુગારના પાટલા પર દરોડો: 10 ઝબ્બે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»વડાપ્રધાનને Ghana’s National Honour : 21 તોપોની સલામી : મહત્વપૂર્ણ કરારો
    આંતરરાષ્ટ્રીય

    વડાપ્રધાનને Ghana’s National Honour : 21 તોપોની સલામી : મહત્વપૂર્ણ કરારો

    Vikram RavalBy Vikram RavalJuly 3, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ghana,તા.03

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ પર તેમનું લાલ જાજમ બિછાવવામાં આવ્યું હતું. ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામાએ પણ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

    તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી ઘાનાના ટોચના નેતૃત્વ સાથે બેઠકો કરશે અને મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરશે. પીએમ મોદી ઘાનાની સંસદને પણ સંબોધિત કરશે.

    વડાપ્રધાનનું સ્વાગત અત્યંત ઉષ્માભેર કરવામાં આવ્યું હતું અને તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.  બાદમાં તેમને ઘાનાનો બીજો રાષ્ટ્રીય સર્વોચ્ચ નાગરિક સન્માન ઓફિસર ઓફ ધ ઓર્ડર, ઓફ ધ સ્ટાર, ઓફ ધ ઘાના આપવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચે ચાર મહત્વપૂર્ણ કરાર થયા છે જેમાં કલા સાંસ્કૃતિ, ફાર્મા સહિતના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

    રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામાના આમંત્રણ પર ઘાનાની મુલાકાતે આવેલા મોદી, અકરા પહોંચ્યા બાદ કોટોકા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું. આ પ્રધાનમંત્રી મોદીની ઘાનાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. ત્રણ દાયકામાં ભારતીય પ્રધાનમંત્રીની ઘાનાની આ પ્રથમ મુલાકાત પણ હશે.

    ઘાના પહોંચ્યા પછી, પીએમ મોદીએ ટવીટર પર લખ્યું, ‘ઘાનાના અક્રામાં ઉતરાણ કર્યું. રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામા દ્વારા એરપોર્ટ પર મારું સ્વાગત કરીને મને આપવામાં આવેલા વિશેષ આવકારથી હું સન્માનિત છું. આપણા દેશો આપણા લાંબા સમયથી ચાલતા સંબંધોને મજબૂત બનાવવા અને સહયોગના નવા રસ્તાઓ શોધવા માટે સાથે મળીને કામ કરવા આતુર છે.

    અગાઉ, જતા સમયે પોતાના નિવેદનમાં, પીએમ મોદીએ કહ્યું હતું કે ઘાના ‘ગ્લોબલ સાઉથ’માં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને આફ્રિકન યુનિયન અને પશ્ચિમ આફ્રિકન દેશોના આર્થિક સમુદાયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

    તેમણે કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને રોકાણ, ઉર્જા, આરોગ્ય, સુરક્ષા અને વિકાસ ભાગીદારીના ક્ષેત્રોમાં સહયોગના નવા દરવાજા ખોલવાના હેતુથી વાટાઘાટોની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું, ‘આપણે બંને લોકશાહી દેશો છીએ. આવી સ્થિતિમાં, ઘાનાની સંસદને સંબોધિત કરવી મારા માટે સન્માનની વાત હશે.’

    મોદીનું સ્વાગત મુળ ભારતીયોએ સંસ્કૃતના શ્લોકો અને વંદે માતરમથી કર્યુ
    અક્રા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઘાનામાં ભારતીય મુળના લોકો સાથે સમય વિતાવ્યો હતો ખાસ કરીને બાળકો સાથે મોદી ઓતપ્રોત થઇ ગયા હતા અને ઘાનામાં સંસ્કૃતના શ્લોક અને વંદે માતરમનો ઘોષ ગાજી ઉઠયો હતો. વડાપ્રધાનની આ પ્રથમ ઘાના યાત્રા છે.

    છેલ્લા ત્રણ દસકામાં કોઇપણ ભારતીય વડાપ્રધાન આ દેશ પહોંચ્યા ન હતા તેથી વડાપ્રધાનનું સ્વાગત કરવા અહીં 1પ હજારથી વધુ મુળ ભારતીય વંશના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં અનેક  ટોચના ઉદ્યોગપતિઓ પણ છે અને શ્રમિકો તરીકે કામ કરે છે.

    આફ્રિકામાં ભારતનું નામ ગુંજી રહ્યું છે… 
    જવાહરલાલ નેહરૂ, અટલબિહારી વાજપેયી બાદ ઘાના જનાર ત્રીજા ભારતીય વડાપ્રધાન
    બુધવારે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ આફ્રિકન દેશ ઘાનાની ધરતી પર ઉતર્યા, ત્યારે ભારતની શક્તિ, રાજદ્વારી અને સંસ્કૃતિનો એક અનોખો સમન્વય જોવા મળ્યો. પીએમ મોદી અકરા પહોંચતાની સાથે જ તેમને ગાર્ડ ઓફ ઓનર અને 21 તોપોની સલામી આપવામાં આવી.

    આ સન્માન ફક્ત ભારતના વડા પ્રધાન માટે જ નહીં પરંતુ ભારતની વધતી જતી શક્તિ માટે પણ હતું. આ ઐતિહાસિક મુલાકાત સાથે, વડા પ્રધાન મોદી છેલ્લા 30 વર્ષમાં ઘાનાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા છે. તેમની મુલાકાતને ભારત-આફ્રિકા સંબંધોના નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે.

    ‘હરે રામ-હરે કૃષ્ણ’ સાંભળીને પીએમ મોદીએ તાળીઓ પાડવાનું શરૂ કર્યું 
    ઘાનાના કલાકારોએ ‘જય હો’ ગીત પણ ગાયું
    અકરા: ત્રણ દાયકામાં પહેલી વાર કોઈ ભારતીય વડા પ્રધાન આફ્રિકન દેશ ઘાનાની રાજ્ય મુલાકાતે પહોંચ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવું કરનાર પ્રથમ વડા પ્રધાન બન્યા છે. બુધવારે, જ્યારે તેઓ ઐતિહાસિક બે દિવસીય મુલાકાતે ઘાનાની રાજધાની અકરા પહોંચ્યા, ત્યારે તેમનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

    જ્યારે નાના બાળકોએ તેમના સન્માનમાં હરે રામ-હરે કૃષ્ણ ગાઈને તેમનું સ્વાગત કર્યું, ત્યારે તેઓ ભાવુક થઈ ગયા અને તાળીઓ પાડવા લાગ્યા. આ રીતે પ્રધાનમંત્રીનું સ્વાગત બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક જોડાણને પ્રતિબિંબિત કરે છે.

    અગાઉ, જ્યારે વડા પ્રધાન મોદી અક્રાના કોટોકા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યા, ત્યારે તેમનું ગાર્ડ ઓફ ઓનર અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું. બાદમાં, મુલાકાત દરમિયાન તેઓ જે હોટેલમાં રોકાશે ત્યાં તેમના સન્માનમાં એક સંક્ષિપ્ત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડા પ્રધાને ખુશીથી હાજરી આપી હતી. અને ત્યાં એ.આર.રહેમાનનું ગીત જય હો પણ ઘાનાના કલાકારો દ્વારા ગાવામાં આવ્યું હતું.

    21-gun salute Ghana's national honour PM Narendra Modi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Reservation Chart માં બદલાયો સમય, ટિકિટ બુક કરાવતાં પહેલાં ટાઇમ ટેબલ વાંચી લેવું જોઈએ

    July 3, 2025
    આંતરરાષ્ટ્રીય

    New Jersey માં ટેક ઓફ દરમ્યાન સ્કાય ડાયવીંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત

    July 3, 2025
    આંતરરાષ્ટ્રીય

    Indonesia ના બાલીમાં રજા માણવા આવેલા લોકોની નાવ ડુબી: 4ના મોત, 38 લાપતા

    July 3, 2025
    ગુજરાત

    રાજ્યમાં તુટેલા રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા Order : કેબિનેટ સુધી ચર્ચા

    July 3, 2025
    અમદાવાદ

    વીજ કરંટના કારણે યુવાનના મૃત્યુ બદલ વીજ કંપનીએ યુવકની માતાને વળતર આપવું પડે: HC

    July 3, 2025
    ગુજરાત

    Gujarat માં 12 કલાકની શિફટને મંજૂરી : જોકે અઠવાડિક મર્યાદા યથાવત

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    4 જુલાઈનું રાશિફળ

    July 3, 2025

    4 જુલાઈનું પંચાંગ

    July 3, 2025

    World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી

    July 3, 2025

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપ ભાગ-3

    July 3, 2025

    તંત્રી લેખ…અમરનાથ યાત્રા આતંકવાદ સામે પણ એક મોટો સંદેશ આપવા જઈ રહી છે

    July 3, 2025

    Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    4 જુલાઈનું રાશિફળ

    July 3, 2025

    4 જુલાઈનું પંચાંગ

    July 3, 2025

    World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી

    July 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.