Indonesia તા.3
ઈન્ડોનેશીયાના બાલી ટાપુ પાસે એક નાવ ડુબવાથી ચાર લોકોના મોત થયા છે અને 38 જેટલા લોકો લાપતા બન્યા છે. આ નાવમાં 53 યાત્રી અને ચાલક દળના 12 સભ્યો સહિત 61 લોકો હતા.આ અકસ્માતમાં 23 લોકોનો બચાવ કરાયો છે. લાપતા લોકોના બચાવની કામગીરી ચાલુ છે.
સુરાબાપા ખોજ તેમજ બચાવ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નૌકા બુધવારે રાત્રે લગભગ 11-20 વાગ્યે જલડગમરૂમધ્યમાં ડુબી ગઈ હતી. જયારે તે ઈન્ડોનેશીયાના મુખ્ય ટાપુ થવાના પ્રસિદ્ધ હોલીડે સ્થળથી રવાના થઈ હતી.
એજન્સીએ વધુમાં જણાવાયું હતું કે આજે સવારે ચાર લોકોને બચાવી લેવાયા હતા. આ નાવમાં 14 ટ્રકો સહીત 22 વાહનો પણ હતા. ઉલ્લેખનીય છે કે ઈન્ડોનેશીયા લગભગ 17 હજાર ટાપુઓવાળો દ.પૂર્વ એશીયાઈ દ્વિપ સમુહ છે. જેમાં સમુદ્રી દુર્ઘટના એક નિયમીત ઘટના છે.