ઇન્ફીનિટી બિલ્ડિંગમાં ભાઈ ની ઓફિસમાં દવા પી જીવન ટૂંકાવ્યું: કારણ અકબંધ
Rajkot,તા.03
શહેરના વિમલ નગર રોડ પર શિવધારા સોસાયટીમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર પોતાના ભાઈની ઓફિસમાં ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શિવધારા સોસાયટી શેરી નંબર પાંચમાં રહેતા અને ટ્રેડિંગનું કામ કરતા પિયુષભાઈ જયંતીભાઈ વેકરીયા ૪૦ એ ગઈકાલે અયોધ્યા ચોક નજીક ઇન્ફીનિટી બિલ્ડીંગ માં આવેલી તેના ભાઈની ઓફિસમાં ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, આ બનાવ અંગે ગાંધીગ્રામ બે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે