Chital,તા.04
ચિતલના જશવંતગઢ ગામની વાડીએ રહી ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની બે વર્ષની વયની બાળકીને શ્વાનના ઝુંડે ઘેરી લઈ બચકાં ભરી લેતા લોહીલુહાણ હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડી હતી. ત્યાં મૃત્યુ થયું છે. બે દિવસ પહેલા હડકાયા કૂતરાએ ચિતલમાં એક બાળક અને એક પ્રૌઢને બચકા ભર્યાની ઘટના તાજી છે. ત્યારે નવો બનાવ બનતા આ પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.ગઈકાલે આ જ ગામે કાંગસીયા પ્લોટમાં ચાર વર્ષનો મૂકેશકાળુભાઈ ચૌહાણ ઘર પાસે રમતો હતો ત્યારે કૂતરાએ હિંસક હુમલો કર્યો હતો જેને પહેલા અમરેલી બાદમાં રાજકોટ સિલિમાં ખસેડેલછે. ચિતલની ધારવાડીમાં મૂકેશ મનસુખભાઈ લીંબાસિયાના ત્રણ વર્ષના બાળક અને મગનભાઈ લીંબાસીયા (ઉ.વ. 50) ને હડકાયા કૂતરાએ હુમલાનો ભોગ બનાવ્યા છે. ત્યાં જશવંતગઢ ગામે બાળાને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બનતા ભય વ્યાપી ગયો છે.
ચિતલ નજીક જશવંતગઢ ગામે રીકડીયા ગામની સીમ તરફ આવેલી વાડીએ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર ખેત મજુરી કરે છે ત્યાં બે વર્ષની બાળકી આંગણામાં રમતી હતી એ જ વખતે બેથી ત્રણ કૂતરાઓએ તેને ઘેરી લઈ બચકાં ભરી લેતા બાળાને લોહી નિંગળતી હાલતમાં સારવારમાટે ૧૦૮ મારફત અમરેલી સિવિલમાં ખસેડાઈ હતી. જયાં તેને ફરજ પરના ડોકટરોએ મૃત્યુ પામેલી જાહેર કરી હતી.