Surendranagar,તા.04
વિરમગામ-અમદાવાદ હાઇવે સચાણા બાયપાસ રોડ ઉપર વિરમગામ શહેરમાં રહેતા યુવક અને તેના બે મિત્ર ઉપર અગાઉ ધંધા બાબતે અગાઉ થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખીને છખ્સોએ ધોકા-ધારિયા વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં આરોપીએ ગાડીને નુકસાન પહોંચાડતા ઇજાગ્રસ્તે છ શખ્સ સામે નામ જોગ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.આરોપીઓએ ઇકો કારની આગળ સ્વિફ્ટ કાર અને પાછળ સીએનજી રિક્ષા મુકી માર્ગ રોકી રાખ્યો હતો. આરોપીઓએ પોતાની ગાડી તથા રિક્ષામાંથી ધોકા, ધારીયું લઈ આવી સિરાજ અબ્દુલ રહીમભાઈ તાઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને કારમાં તોડફોડ કરી. એટલું જ નહીં તેમના મિત્ર સમીરભાઈ અને અલ્લા રખાભાઈને માથાના ભાગે ઊંધુ ધાર્યું મારી લોહીની ફૂટ કરી હાથે પગે ઇજાઓ મૂઢમાર મારી ઈકો ગાડી ને નુકસાન કર્યું હતું. બનાવ સંદર્ભે સિરાજ અબ્દુલ રહીમભાઈ તાઈએ છ શખ્સો સામે વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વિરમગામ સેતવાડ વિસ્તારમાં રહેતા સિરાજ અબ્દુલ રહીમભાઈ તાઈ મિત્ર રિયાનનો જન્મદિવસની ઉજવણી માટે મિત્રો સાથે ઇકો ગાડી લઈ અમદાવાદ ગયો હતો. બે જુલાઈના રાત્રિના અમદાવાદથી વિરમગામ પરત ફરી રહ્યા હતા ત્યારે સચાણા બાઇપાસ રોડ ઉપર આરોપી બીપીન દશરથભાઈ ઠાકોર, દીપક અશોકભાઈ ઠાકોર, કમલેશ ઉર્ફે કપિ બુધાભાઈ ઠાકોર, કિશન દશાભાઈ ઠાકોર, રોનક અમૃતભાઈ ઠાકોર, ગોવિંદ અમૃતભાઈ ઠાકોર (તમામ રહે વિરમગામ) ધસી આવ્યા હતા.