Moscow,તા.08
રશિયા જન્મદર વધારવા અને વસ્તી વધારવા માટે છોકરીઓને સંતાન પ્રાપ્તિ માટે 100,000થી વધુ રૂબલ આપી રહ્યું છે. સરકાર છોકરીઓને જન્મ અને ઉછેર માટે આ મદદ કરી રહી છે. તેનો હેતુ દેશમાં ઘટતી વસ્તી અને વૃદ્ધ લોકોની સમસ્યાને દૂર કરવાનો છે.
આ યોજના 10 ભાગોમાં શરૂ કરવામાં આવી
આ યોજના માર્ચ 2025 માં રશિયાનાં 10 ભાગોમાં શરૂ થઈ છે. જો કે પહેલાં તે માત્ર પુખ્ત વયની છોકરીઓ, મહિલાઓ માટે જ હતી, પરંતુ હવે તેમાં સગીર વયની છોકરીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી તેમને પણ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી શકે.
યુક્રેન યુદ્ધ એક મોટું કારણ
આ પાછળનું એક મોટું કારણ યુક્રેન યુદ્ધ પણ માનવામાં આવી રહ્યું છે. આ યુદ્ધમાં 25 લાખથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયાં છે. આ ઉપરાંત રશિયાનાં લાખો શિક્ષિત લોકો યુદ્ધને કારણે દેશ છોડીને ભાગી ગયાં છે. સર્વે અનુસાર 43 ટકા લોકો આ નીતિનાં પક્ષમાં છે, જ્યારે 40 ટકા લોકો તેની વિરુદ્ધ છે.
મોસ્કો જન્મદર વધારવાનો પ્રયાસ કરી રહ્યું
1.41 ટકા જન્મદર, 2.05 ટકા વસ્તી સ્થિર રહે તે જરૂરી છે.
રશિયા વિશ્વનો 9મો સૌથી મોટો દેશ છે, પરંતુ તેની વસ્તી ઓછી છે.
10 બાળકો ધરાવતી મહિલાઓને માતૃત્વ ચંદ્રક અને રૂ. 10 લાખ મળશે.
વૃદ્ધોની વસ્તીની ચિંતા
દક્ષિણ કોરિયામાં જન્મદર 0.55 ટકા છે, અહીંનાં યુવાનો લગ્ન કરવા માંગતાં નથી.
ચીનમાં જન્મદર 1.28 છે, સરકાર આપી રહી છે ઘણી સગવડો
જાપાનમાં જન્મદર 1.26 છે, સરકાર ઘણી યોજનાઓ લાવે છે
સૌથી નીચો જન્મદર ધરાવતાં 20 દેશોમાં સ્વિટ્ઝર્લેન્ડ પ્રથમ ક્રમે છે.
આ દેશોમાં પણ સુવિધાઓ
” હંગેરીમાં 3થી વધુ બાળકો ધરાવતાં પરિવારોને કરમુક્તિ અને ઓછા વ્યાજે લોન મળે છે
બેથી વધુ બાળકો ધરાવતાં કુટુંબોને પોલેન્ડના દરેક બાળક માટે દર મહિને 11000 રૂપિયા મળે છે.
ઇટાલીમાં દરેક બાળકનાં જન્મ પર 1 લાખ રોકડા મળે છે.