Hyderabad , તા. 8
અમેરિકામાં તા.4 જુલાઇના સ્વતંત્રતા દિનની ઉજવણી અને લોંગ વીક એન્ડનો આનંદ માણીને પરત ફરી રહેલા ભારતીય મુળના એક પરિવારને માર્ગ અકસ્માત નડતા તમામ ચાર લોકોના અત્યંત કરૂણ રીતે મૃત્યુ થયા હતા.
આ દુર્ઘટના શનિવારે રાત્રે ગ્રીન કાઉન્ટી અલ્બામા નજીક બની હતી. મુળ હૈદરાબાદના વૈંકટ બાજુગમ તેમના પત્ની તેજસ્વીની અને બે બાળકો સિધ્ધાર્થ તથા મૃદાએ એટલાન્ટામાં તેમના સંબંધીઓને લોંગ વીક એન્ડમાં મળીને પરત ફરી રહ્યા હતા.
તે સમયે ગ્રીન કાઉન્ટી પાસે રોંગ સાઇડમાં આવી રહેલા એક ભારેખમ ટ્રકે આ પરિવારની કારે કચડી નાખી હતી અને કારમાં ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી જેમાં તેમાં પ્રવાસ કરતા યુગલ અને બંને સંતાનોના અત્યંત કરૂણ રીતે મૃત્યુ પામ્યા હતા.
તેમની ઓળખ નિશ્ચિત કરવા ડીએનએ ટેસ્ટ કરવાની જરૂર પડી હતી. આ કુટુંબના મૃતદેહ તેમના નજીકના અમેરિકામાં રહેતા સંબંધીઓને સુપ્રત કરી દેવાયા છે અને આ દુર્ઘટના અંગે ટ્રક ચાલકની ધરપકડ કરાઇ છે.