Jamnagar તા ૮
જામનગર શહેર અને જિલ્લા છેલ્લા બે ત્રણ દિવસ થી કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો, ઉપરાંત માત્ર એકમાત્ર દર્દી ને હોમ આઈસોલેસનમાં રખાયા હતા, જેને પણ આજે કોરોના મુકત જાહેર કરાઈ રહ્યા છે, જેથી જામનગર શહેર અને જિલ્લા આખરે કોરોના મુક્ત જાહેર થયો છે, અને આરોગ્ય તંત્ર માટે ખૂબ જ રાહતના સમાચાર છે.જામનગર શહેર માં ચાલુ સીઝનમાં કોરોનાના ૧૬૩ કેસ નોંધાયા હતા, જે પૈકી ૧૬૨ વ્યક્તિને કોરોના મુક્ત જાહેર કરાયા હતા, અને એકમાત્ર દર્દી ને પણ કોરોના મુક્ત જાહેર કરાઈ રહ્યા છે, જેથી હાલ શહેરમાં એક પણ એક્ટિવ કેસ નથી. સાથોસાથ કોરોના ને લીધે જામનગર શહેર જિલ્લામાં એક પણ દર્દીના મૃત્યુ ના અહેવાલ મળ્યા નથી, તે પણ ખૂબ જ રાહતના સમાચાર છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૪ એક્ટિવ કેસ નોંધાયા હતા, અને તમામને કોરોના મુક્ત જાહેર કરી દેવાયા છે. જેથી જિલ્લામાં પણ કોરોના ના કેસની સમાપ્તિ થઈ છે. તેમ છતાં જામનગર જિલ્લાના આરોગ્યતંત્ર એ લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.