New Delhi,તા.11
આધાર કાર્ડ બનાવવા કે જૂના આધારને અપડેટ કરવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આધારમાં નામ, સરનામું અને ફોટો બદલવા માટે નવી શરતો નક્કી કરી છે.
હવે આધાર બનાવતી વખતે અથવા અપડેટ કરતી વખતે ચાર દસ્તાવેજો તમારે ફરજિયાત આપવાના રહેશે. જેમાં ઓળખનો પુરાવો, એડ્રેસ પ્રૂફ, બર્થ સર્ટિફિકેટ અને રિલેશનશિપનો પુરાવો સામેલ છે.
યુઆઈડીએઆઈએ વર્ષ 2025-26 માટે જરૂરી દસ્તાવેજોની યાદી જાહેર કરી છે. નવા નિયમો અનુસાર જો કોઈએ ભૂલથી બે કે તેથી વધુ આધાર બનાવ્યાં છે તો પહેલાં જારી કરવામાં આવેલ આધાર માન્ય રહેશે. અન્ય તમામને રદ કરવામાં આવશે.
ઓળખ પ્રમાણપત્ર
આ અંતર્ગત તમે પાસપોર્ટ, પાન કાર્ડ, ઈ-પાન કાર્ડ પણ માન્ય, વોટર આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, સરકાર/સરકારી ઉપક્રમ દ્વારા જારી કરવામાં આવેલ ફોટો ઓળખપત્ર, નરેગા જોબ કાર્ડ, પેન્શનર ઓળખપત્ર, કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના અથવા એક્સ સર્વિસમેન કોન્ટ્રિબ્યુટરી હેલ્થ સ્કીમ કાર્ડ, ટ્રાન્સજેન્ડર આઈડી કાર્ડને દસ્તાવેજ તરીકે બતાવી શકો છો.
સરનામાનો પુરાવો
વીજળી, પાણી, ગેસ, લેન્ડલાઇન ફોન બિલ જે 3 મહિનાથી ઓછા જૂના છે, બેંક પાસબુક અથવા બેંક સ્ટેટમેન્ટ, રેશનકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ભાડા કરાર નોંધાયેલા કરાર, પેન્શન દસ્તાવેજ, આધાર માટે તમારા સરનામાંના પુરાવા માટે રહેઠાણનું પ્રમાણપત્ર રહેશે.
જન્મ પ્રમાણપત્ર
તમે સ્કૂલની માર્કશીટ, પાસપોર્ટ, પેન્શન ડોક્યુમેન્ટ્સ જેમાં તમારી જન્મ તારીખ લખેલી હોય, રાજ્ય કે કેન્દ્ર સરકારના સર્ટિફિકેટ જેમાં જન્મ તારીખનો ઉલ્લેખ હોય તેનો ઉપયોગ કરી શકો છો.
સંબંધોનો પુરાવો
આધારના સંબંધમાં આ ફેરફાર ભારતીય નાગરિકોની સાથે સાથે વિદેશમાં વસતાં ભારતીય નાગરિકો, ભારતમાં લાંબા ગાળાનાં વિઝા પર રહેતાં પાંચ વર્ષથી વધુ વયનાં બાળકો લાગું પડશે.
વિદેશી નાગરિકો અને ઓસીઆઈ કાર્ડ ધારકોએ એફઆરઆરઓ પાસેથી વિદેશી પાસપોર્ટ, વિઝા, નાગરિકતા પ્રમાણપત્ર અથવા નિવાસી પરમિટ જેવાં દસ્તાવેજો પૂરા પાડવાનાં રહેશે.