કાળમુખા ટ્રક તળે યુવકનું માથું-કમર ચગદાઈ ગયા, ઓળખ મેળવવા તજવીજ : ચાલક વિરુદ્ધ ગુનો
Gondal,
ગોંડલના અનિડા ભાલોડી ગામ પાસે ટ્રકના તોતિંગ વ્હીલ નીચે ચગદાઈ જતાં અજાણ્યાં યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જે મામલે ગોંડલ તાલુકા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં મયુરધ્વજસિંહ રાણાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, હાલ તેઓ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં એ-બીટ વિસ્તારના બીટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. પીએસઓને સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતેથી ટેલીફોનથી વર્ધી લખાવેલ છે કે, મરણ જનાર એક અજાણ્યો પુરૂષ આશરે ઉ.વ. ૪૫) ને ગુંદાળા અને અનિડા ગામ વચ્ચે અકસ્માતમાં ઈજાઓ થતા મરણ જતા તેનો મૃતદેહ હોસ્પિટલમાં પીએમ અર્થે આવેલ છે.
ફરીયાદી સિવીલ હોસ્પિટલ ગોંડલ ખાતે જઈ મરણ જનારના વાલીવારસ બાબતે તપાસ કરતા કોઈ મળી આવેલ નહી જેથી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મરણ જનારનો મૃતદેહ માંથુ તથા કમર સુધીનો ભાગ અસ્માતમાં છુંદાઈ ગયેલ હોય તેમજ લાશના શરીર ઉપરથી મરણ જનારની ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજ વસ્તુ મળી આવેલ નહી, જેથી લાશનું પી.એમ. કરાવવા તજવીજ કરી હતી. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે ટ્રક નં. જીજે-૦૩-બીડબ્લ્યુ-૮૪૬૦ ના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી હતી.