વરુણ ધવને અમુક સમય પહેલા ‘બોર્ડર ૨’ થી તેનો લૂક શેર કર્યો હતો, જેમા તે ક્લીન શેવ લુકમાં ખૂબ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો
Mumbai, તા.૧૨
બોલિવૂડના અભિનેતા વરુણ ધવન તેની આવનારી ફિલ્મ ‘બોર્ડર ૨’ને લઇને હાલમાં ચર્ચામાં છે. સની દેઓલ, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંજ સ્ટારર ‘બોર્ડર ૨’ ને લઇને ચાહકો ઘણા ઉત્સાહિત છે. સાથે આ ફિલ્મ વિશે દરેક અપડેટ પણ જાણવા ઈચ્છે છે. એ વચ્ચે વરુણે સેટ પરથી બે રમુજી વીડિયો પોસ્ટ કર્યા હતા. વીડિયોમાં તેની સાથે અહાન પણ નજર આવી રહ્યો છે. વરુણે જણાવ્યું કે પૂણેમાં તેને પોતાનું એનડીએ શેડયૂલ કરી દીધું છે. વરુણ ધવને તેના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી લખ્યું ‘બોર્ડર ૨’ અને બિસ્કિટ, એનડીએમાં મારી યાત્રા પૂરી થઈ છે અને અમે આ બિસ્કિટની સાથે ઉજવણી કરી છે. વીડિયોમાં વરુણ અને અહાન બન્ને સાથે દેખાઈ રહ્યા છે અને વરસાદ આવી રહ્યો છે. આ વીડિયોની પોસ્ટ પર સુનિલ શેટ્ટીએ પણ કોમેન્ટ કરી હતી. એક યૂઝરે લખ્યું હતું કે, ‘ભાઈ જલદી ફિલ્મ રિલીઝ કરાવી દો’. તો બીજા એક યુઝરે લખ્યું હતું કે, તમારા બન્નેની જોડી કમાલની દેખાઈ રહી છે. એક યુઝરે લખ્યું કે, પૂરી ટીમને ઓલ ધી બેસ્ટ. એક યુઝરે લખ્યું, સની દેઓલને પણ બોલાવી દો સાથે. વરુણ ધવને અમુક સમય પહેલા ‘બોર્ડર ૨’ થી તેનો લૂક શેર કર્યો હતો, જેમા તે ક્લીન શેવ લુકમાં ખૂબ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. જોકે તેની પહેલા જ્યારે તેનો લૂક સામે આવ્યો હતો, ત્યારે તે મૂછોવાળા લૂકમાં જોવા મળ્યો હતો. વરુણે ગયા વર્ષે ‘બોર્ડર ૨’ ફિલ્મનો ભાગ રહેવા અને સની દેઓલની સાથે કામ કરવાની ખુશી વ્યક્ત કરી હતી. આ ફિલ્મ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોઝ સિનેમાઘરોમાં જોવા મળશે. આ ફિલ્મને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા સાથે એક દમદાર પ્રોડક્શન ટીમ બનાવી રહ્યા છે.