Jamnagar,તા.12
‘છોટીકાશી’ જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરે આજે અનંત અંબાણી તથા રાધિકા અંબાણીનાં લગ્નની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે રિલાયન્સ દ્વારા વિશેષ શ્રીંગાર આરતી તથા પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યાજી દર્શનભાઇ વૈદ્ય દ્વારા રિલાયન્સ પરીવારનાં સભ્યોને ખેસ પહેરાવી આશિષ પાઠવવામાં આવ્યા હતાં. રિલાયન્સ પરીવારનાં સભ્યો દ્વારા ઠાકોરજીને ભેટરૂપે ચાંદીની થાળી અર્પણ કરવામાં આવી હતી. વિશેષ શ્રીંગાર આરતીમાં ભક્તોની ભીડ ઉમટી હતી. આરતી પછી ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ તકે મંદિર દ્વારા શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને શાલીગ્રામ પૂજન સાથે સમગ્ર ધર્મોત્સવ સંપન્ન થયો હતો.