ચાંદીનો વાયદો રૂ.1,15,136ના રેકોર્ડ સ્તરે પહોંચ્યોઃ સોનાના વાયદામાં રૂ.557 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.88નો ઉછાળો
કોમોડિટી વાયદાઓમાં રૂ.15884 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.85881 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.12207 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23193 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.101768.37 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15884.12 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.85881.75 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 23193 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1215.56 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.12207.81 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.97967ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98450 અને નીચામાં રૂ.97857ના સ્તરને સ્પર્શી, રૂ.97818ના આગલા બંધ સામે રૂ.557ની તેજી સાથે રૂ.98375ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ.394 ઊછળી રૂ.78900ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ.54 વધી રૂ.9910ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.572ના ઉછાળા સાથે રૂ.98331 થયો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.98189ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98518 અને નીચામાં રૂ.98057ના સ્તરને સ્પર્શી, રૂ.97895ના આગલા બંધ સામે રૂ.583ની વૃદ્ધિ સાથે રૂ.98478ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.113542ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.115136ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ.113505 સુધી જઇ, રૂ.113001ના આગલા બંધ સામે રૂ.1675ના ઉછાળા સાથે રૂ.114676 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.1724 વધી રૂ.114419 થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.1702 વધી રૂ.114392 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.2315.89 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4412ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4475 અને નીચામાં રૂ.4400ના મથાળે અથડાઈ, રૂ.24 વધી રૂ.4473ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ.5895ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5989 અને નીચામાં રૂ.5887ના સ્તરને સ્પર્શી, રૂ.5881ના આગલા બંધ સામે રૂ.88ની તેજી સાથે રૂ.5969ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.91 વધી રૂ.5970 થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.14.3ના ઉછાળા સાથે રૂ.300.2 થયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ.14.2 વધી રૂ.300.2ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.906.5ના ભાવે ખૂલી, રૂ.14.5 ઘટી રૂ.891.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ.1050 ઘટી રૂ.54900 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.6308.92 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.5898.90 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.812.56 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.136.46 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.26.05 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.316.95 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.42.32 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.757.45 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1516.12 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.3.94 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.0.53 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16089 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 42735 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 14878 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 198769 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 18453 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 24091 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 50174 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 185842 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 750 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17359 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 28961 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 23100 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 23222 પોઇન્ટના સ્તર અને નીચામાં 23100 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 193 પોઇન્ટ વધી 23193 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.39.6 વધી રૂ.109.2 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.5 વધી રૂ.12.85ના ભાવે બોલાયો હતો.
સોનું જુલાઈ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.114 વધી રૂ.490ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ.115000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.627.5 વધી રૂ.2536.5 થયો હતો. તાંબું જુલાઈ રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.25 ઘટી રૂ.2.94 થયો હતો. જસત જુલાઈ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 54 પૈસા ઘટી રૂ.1.43 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.34.7 ઘટી રૂ.93 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.6.7 ઘટી રૂ.8.3 થયો હતો.
સોનું જુલાઈ રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.210.5 ઘટી રૂ.534 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.508.5 ઘટી રૂ.970ના ભાવે બોલાયો હતો. તાંબું જુલાઈ રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 67 પૈસા વધી રૂ.9.1ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ.255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 22 પૈસા વધી રૂ.1.38ના ભાવે બોલાયો હતો.