New Delhi,તા.18
દિલ્હી હાઈકોર્ટના પુર્વ ન્યાયમૂર્તિ યશવંત વર્માના નિવાસે લાગેલી આગના કારણે મોટી માત્રામાં સળગેલી ચલણી નોટો મળી આવ્યાના વિવાદમાં એક તરફ તા.21થી શરુ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં જસ્ટીસ વર્મા સામે મહાભિયોગની દરખાસ્ત રજુ કરીને તેમને ન્યાયીક સેવામાંથી દુર કરવાનો પ્રસ્તાવ સંસદ સમક્ષ મુકવામાં આવી રહ્યો છે.
તે પુર્વે જ જસ્ટીસ વર્માએ હવે સુપ્રીમકોર્ટના એક અરજી કરીને તપાસ રિપોર્ટના તારણોને પડકાર્યા છે અને જણાવ્યું હતું કે તેમને પોતાનો પક્ષ રજુ કરવાની પણ પુરતી તક આપવામાં આવી નથી. તા.14 માર્ચની રાત્રીના દિલ્હીના 30 તુઘલઘ ક્રિસન્ટ રોડ પર જસ્ટીસ વર્માના સતાવાર નિવાસસ્થાને લાગેલી આગમાં ફાયરબ્રિગેડને કાર્યવાહી દરમ્યાન એક રૂમમાંથી જંગી માત્રામાં અડધી બળેલી ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો હતો.
જે અંગે બાદમાં સુપ્રીમકોર્ટે ત્રણ ન્યાયમૂર્તિઓની એક તપાસ કમીટી નીમી હતી જેને પણ જસ્ટીસ વર્માના નિવાસે આ પ્રકારે મોટાપાયે રોકડ રકમ આગમાં બળી ગઈ હોવાનો રિપોર્ટ આપ્યો હતો.
જેના પગલે જસ્ટીસ વર્માએ રાજીનામુ આપવાનો ઈન્કાર કરતા તેમની સામે હવે સંસદમાં મહાભિયોગ દરખાસ્ત રજુ થઈ છે તે પુર્વે જ જસ્ટીસ વર્માએ સુપ્રીમકોર્ટમાં અરજી કરીને તપાસ કમીટીના કારણોને પડકાર્યા છે.
જણાવ્યું હતું કે, તેમને પોતાનો પક્ષ રજુ કરવા માટે પણ પુરતી તક અપાઈ નથી. તેઓએ એ આક્ષેપ પણ નકાર્યા કે તેમના નિવાસે આ મોટી રકમ અર્ધ બળેલી હાલતમાં મળી છે તથા એવો આક્ષેપ કર્યો કે તેમની પ્રમાણીકતા અને નિષ્પક્ષતાને દાગ લગાડવા પ્રયત્ન થયો છે.