New Delhi,તા.19
ડ તેલ મુદ્દે અમેરીકા અને યુરોપીયન સંઘે રશીયા સામે જે પ્રતિબંધોની હારમાળા સર્જી છે તેમાં હવે ભારત સરકાર પણ દેશના હિતો જાળવવા માટે પ્રતિબધ્ધ થઈ ગઈ છે. અને વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપીયન સંઘના પ્રતિબંધો પર આકરો પ્રહાર કરતા કહ્યું કે ઉર્જા સલામતી મુદ્દે બેવડા ધોરણો સ્વીકાર્ય નથી.
યુરોપીયન દેશોના પ્રતિબંધોમાં જી-7 દેશોનો સમાવેશ થતો નથી એટલે કે તે રશીયન ક્રુડ તેલ અને ગેસ ખરીદી શકે છે પણ અન્ય દેશો નહીં. આ ઉપરાંત યુરોપીયન સંઘે રશીયન ક્રુડ તેલ પર ભાવ બાંધણુ કર્યુ છે અને ભારત કરતા ચીન તેના સૌથી મોટા ખરીદનાર છે.
પરંતુ ઓઈલ ટેન્કરો પર પશ્ચિમી દેશોનું પ્રભુત્વ છે અને વિમા સેવાઓ પણ આ દેશની કંપનીઓ ચલાવે છે. રશીયન ક્રુડ તેલ વહન કરતા 105 ટેન્કરો યુરોપના ટાર્ગેટ પર છે. પણ ભારતે હવે તેનો વળતો જવાબ આપવાની તૈયારી કરી લીધી છે.