ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામે રહેતા અને જમવાની લાજ ચલાવતા પિયુષભાઈ મંગાભાઈ કંટારીયા અને તેમના પત્ની મધુબેન પુત્રી પરિતાબેન ગઈકાલે રાત્રિના ૧૧.૦૦ વાગ્યાના સમયે ભૂતેશ્વર ગામની બસ સ્ટેન્ડ પાસે આવેલ બિચ્છુ નામની નોનવેજ લાજ પર હાજર હતા. તે દરમિયાન સુનિલ ઘેલાભાઈ કંટારીયા અને તેનો મિત્ર હાદક બટુકભાઈ કંટારીયા (રહે. બન્ને ભૂતેશ્વર, તા.ઘોઘા) જમવા માટે આવ્યા હતા. તેવામાં બન્ને ઇસમને પિયુષભાઈ સાથે બોલા ચાલી થઈ જતાં બન્ને ઈસમોએ પિયુષભાઈને ગાળો આપવા લાગ્યા હતા. પિયુષભાઈએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા બન્ને ઈસમે પિયુષભાઈ અને પત્ની મધુબેન તથા પુત્રી પરિતાબેને પર છરા અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. ઇજાગ્રસ્ત પતિ પત્ની સહિત ત્રણેયને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પિયુષભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકની પુત્રી પરિતાબેને બે ઇસમ વિરૂધ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- Ganges River માં ઘાટ પર તણાઈને આવ્યો ૨૦૦ કિલોનો પથ્થર
- Los Angeles માં પોલીસ તાલીમ કેન્દ્રમાં મોટો વિસ્ફોટ, ત્રણ લોકોના મોત
- Pakistanને ભારતીય વિમાનો પર લગાવવામાં આવેલા એરસ્પેસ પ્રતિબંધને ૨૪ ઓગસ્ટ સુધી લંબાવ્યો
- Syria and Israel વચ્ચે યુદ્ધવિરામ, વિસ્તારમાં શાંતિની આશા જાગી
- ICC એ ભારતીય ખેલાડી પર કાર્યવાહી કરી, ઇંગ્લેન્ડ ટીમ પણ બચી ન હતી; દંડ ફટકાર્યો
- KL Rahul પાસે સચિન-ગાવસ્કરના ખાસ ક્લબમાં જોડાવાથી ફક્ત ૧૧ રન દૂર
- રોહિતનો રેકોર્ડ જોખમમાં, Rishabh Pant માત્ર ૪૦ રન બનાવતાની સાથે જ હિટમેનને પાછળ છોડી દેશે
- ભગવાન શિવની ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે સબીહા શેખ ઉર્ફે રાની ચેટર્જી