રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
દેશભરમાં ચોમાસું સામાન્યથી સારૂ નીવડી રહ્યું હોઈ અને રિટેલ ફુગાવાનો આંક પણ ઘટીને આવતાં પોઝિટીવ પરિબળે સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, જો કે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીય યુનિયન, કેનેડા સહિતના દેશોને આકરાં ટેરિફની ચીમકી આપતાં અને બીજી તરફ રશીયા સાથે ફરી ટ્ર્રમ્પના ટકરાવના અહેવાલ અને તાઈવાન મામલે ચાઈના અને અમેરિકા વચ્ચે ઘર્ષણ વધવાના એંધાણે જીઓપોલિટીકલ ટેન્શન વધવાની શકયતાએ સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલ મામલે વાટાઘાટનો નવો દોર ચાલુ થયો હોઈ અને ટ્ર્રમ્પે ઈન્ડોનેશિયા પર ૧૯% ટેરિફ અને ૫૦ બોઈંગ જેટ ખરીદવાની શરતી ડિલ કર્યાની જેમ ભારત સાથે પણ આવી શરતી ડિલ કરી ટેરિફ ડિલના નવા વાટાઘાટ શરૂ થયા હોવાના સંકેતો મળ્યા છે, તે છતાં કેટલીક મોટી કંપનીઓના નિરાશાજનક ક્વાર્ટર રિઝલ્ટ્સ અને વૈશ્વિક સ્તરે વ્યાજદરમાં વધારો થવાની શક્યતા તેમજ વિદેશી રોકાણકારો વેચવાલી તરફ વળ્યા હોવાને લીધે ભારતીય બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને મેક્સિકો ખાતેથી થતી આયાત પર ૩૦% ટેરિફ લાગુ કરવાની આપેલી ચીમકી બાદ અમેરિકન ચલણ નબળું પડતા ગત સપ્તાહે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો, જયારે રશિયા પર અમેરિકા દ્વારા નવેસરના પ્રતિબંધથી ક્રુડઓઈલનો પૂરવઠો ખોરવાઈ જવાના ભયે ક્રુડઓઈલમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કન્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારીત ફુગાવાનો દર ચાલુ વર્ષે સરેરાશ ૪% રહેશે તેવો અંદાજ રેટિંગ એજન્સી ક્રિસિલે તેના રિસર્ચ રિપોર્ટમાં આપ્યો છે. ગત વર્ષે સરેરાશ રિટેલ ફુગાવાનો દર ૪.૬% રહ્યો હતો. ક્રિસિલના મતે ચાલુ વર્ષે જીડીપી ગ્રોથ ૬.૫% રહેશે તેવો અંદાજ છે જેમાં વિપરીત સંજોગોની સ્થિતિમાં ઘટાડાનું જોખમ છે. ખાદ્યચીજોનો ફુગાવાનો દર નીચો આવવાની સંભાવના છે કારણ કે ચોમાસું સરેરાશ કરતાં સારું રહેશે તેવી ભારતીય હવામાન વિભાગની આગાહી છે. નોન-ફૂડ ઈન્ફ્લેશન પણ નરમ રહેવાની સંભાવના છે કારણ કે કોમોડિટીના ભાવ નીચા આવી રહ્યા છે. અમેરિકા દ્વારા ટેરિફ મુદ્દે શું નિર્ણય લેવાય છે તેના પર નિકાસ અંગેના જોખમનો આધાર રહેલો છે.
જો ચોમાસું સારું રહેશે અને રેપો રેટમાં ઘટાડો થશે તો ગ્રોથને સપોર્ટ મળશે. સિસ્ટમમાં લિક્વિડિટીનો સપોર્ટ છે, જે અર્થતંત્રની નાણાકીય પરિસિ્થતિને મદદરૂપ થશે પરંતુ મૂડીપ્રવાહ વોલેટાઈલ રહેવાની સંભાવના છે કારણ કે ડોલર સામે રૂપિયામાં વોલેટિલિટી જોવાઈ રહી છે. બેન્ક ક્રેડિટ ધીમું રહેશે તેવી સંભાવના છે. મે મહિના સુધીના ઉપલબ્ધ ડેટા સંકેત કરે છે કે બેન્ક ક્રેડિટ ગ્રોથ પ્રથમ ક્વાર્ટરમાં નરમ પડ્યો છે.
ફુગાવો નીચો આવશે તેને પગલે મોનિટરી પોલિસી કમિટી ચાલુ નાણાકીય વર્ષમાં વધુ એક વાર રેપો રેટમાં ઘટાડો કરશે તેવી સંભાવના છે. ત્યારબાદ તે રેટ યથાવત રાખશે. જોકે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે મૂડીપ્રવાહ અને કરન્સી મૂવમેન્ટમાં વોલેટિલિટી ચાલુ રહેશે. ઉલ્લેખનિય છે કે એમપીસીની જૂન મહિનાની મીટિંગમાં રેપો રેટમાં ૦.૫૦%નો ઘટાડો કરાયો હતો જેને પગલે રેપો રેટ ઘટીને ૫.૫% થયો હતો. ક્રિસિલના અંદાજ અનુસાર ચાલુ વર્ષે જો વધુ એક વાર વ્યાજદરમાં ઘટાડો થાય અને તે ઘટાડો ૦.૨૫નો હોય તો રેપો રેટ ૫.૨૫% થઈ શકે છે.
મિત્રો, નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭૫૮૫.૬૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮૨૨૮.૪૫ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૭૬૪૨.૩૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૨૬૭૩.૯૧ કરોડની ખરીદી તેમજ ૧૭ જુલાઈ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૧૯૭૯૦.૦૧ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૧૧૭૭૩.૨૫ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૪૮૮.૯૮ કરોડની ખરીદી તેમજ ૧૭ જુલાઈ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૧૭૩૩૦.૪૯ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવી દિશા…
મિત્રો, ટેરિફ થકી વિશ્વને ફરી ટ્રેડ વોરમાં ધકેલનારા ટ્રમ્પ વિશ્વ વેપારને ડામાડોળ કરી રહ્યા છે. આ અનિશ્ચિતતાની પરિસ્થિતિના કારણે વૈશ્વિક બજારોની સેન્ટીમેન્ટ પણ ફરી ડહોળાયું છે. અમેરિકી ડોલરના પ્રભુત્વને ઘટાડવા બ્રિક્સ દેશોનું સંગઠન મજબૂત બનતું જોઈને ટ્રમ્પે બ્રિક્સની નીતિને અનુસરનારા દેશોને વધુ ૧૦% ટેરિફ માટે તૈયાર રહેવાની ચીમકી આપી છે. ત્યાર બાદ આ બ્રિક્સ દેશોની મીટિંગની આ વખતના યજમાન દેશ બ્રાઝિલ પર ૫૦% ટેરિફ બાદ ચાઈના પ્લસ-૧ની ડ્રેગનની નીતિને ધરાશાયી કરવા વિયેતનામ પર આકરાં ટેરિફ અને છેલ્લે મેક્સિકો અને યુરોપીય યુનિયનના દેશો પર આગામી મહિનાથી ૩૦% ટેરિફ લાદવાનું જાહેર કરીને ફરી ટેરિફના વોર શરૂ થઇ છે.ભારત સાથેની અમેરિકાની ટ્રેડ ડિલ કેટલાક મહત્વના મામલે ઘોંચમાં પડી જઈ ફરી વાટાઘાટના તબક્કામાં આવી પડેલી આ ડિલને લઈ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે.
બ્રાઝિલ પર ૫૦% ટેરિફ અને ઈન્ડોનેશિયા પર ૧૯% ટેરિફ અને ૫૦ બોઈંગ જેટ ખરીદવાની શરતી ડિલ કર્યાની સાથે ટ્રમ્પ ભારત માટે પણ પોતાની જિદ પૂરી નહીં થવાના સંજોગોમાં આકરાં ટેરિફ લાદવાનું જાહેર કરીને ભારતને સ્તબ્ધ કરી શકે છે. જે સંજોગોમાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી શકે છે. ચોમાસું સારૂ રહ્યું હોઈ આ પોઝિટીવ પરિબળ સામે કોર્પોરેટ ઈન્ડિયાના પ્રથમ ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં આ વખતે અનેક પડકારોને લઈ પરિણામોમાં સાધારણથી નબળી શકયતાઓ જોવાઈ રહી છે. જેથી આ પરિબળો વચ્ચે આગામી દિવસોમાં ટ્રમ્પના ટેરિફ મામલે સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧) ACCલિમિટેડ (૧૯૭૪) : સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડકટ સેકટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૧૯૩૦ આસપાસ પ્રર્વતી રહ્યો છે. રૂા.૧૯૧૯ ના સ્ટોપલોસથી આ ટુંકા સમયગાળે રૂા.૧૯૯૦ થી રૂા.૨૦૦૮ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શકયતા છે…!! રૂા.૨૦૧૪ ઉપર તેજી તરફ ધ્યાન…!!
(ર)સન ફાર્મા (૧૬૯૯) : ફાર્મા ગુ્રપના આ સ્ટોક રૂા. ૧૬૬૪ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ…!! રૂા.૧૬૪૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂા.૧૭૧૭ થી રૂા.૧૭૩૦આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૪૮૦) : રૂા.૧૪૩૪નો પ્રથમ તેમજ રૂા.૧૪૧૪ બીજા સપોર્ટથી રિફાઇનરી એન્ડ માર્કેટીંગ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂા.૧૫૦૩ થી રૂા.૧૫૨૦ આસપાસ તેજી તરફી રૂખ નોંધાવે તેવી શકયતા છે…!!
(૪)HDFC બેન્ક (૧૯૫૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેકટર નો આ સ્ટોક રૂા.૧૯૭૭ આસપાસ વેચવાલી થકી રૂા.૧૯૨૩ થી રૂા.૧૯૦૯ ના નીચા મથાળે ભાવ સપાટીની શકયતા ધરાવે છે. ટ્રેડીગલક્ષી રૂા.૧૯૯૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો…!!
(પ) ઓબેરોય રિયલ્ટી (૧૮૩૬) : રૂા.૧૮૭૭ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શકયતાએ આ સ્ટોક રૂા.૧૮૮૪ ના સ્ટોપલોસે તબકકાવાર રૂા.૧૮૦૮ થી રૂા.૧૭૮૭ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૯૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬)સિપ્લા લિમિટેડ (૧૪૮૩) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂા.૧૫૨૦ આસપાસના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂા.૧૪૬૦ થી રૂા.૧૪૪૪ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)મહિન્દ્રા લોજિસ્ટિક્સ (૩૯૯) : અ/ઝ+૧ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૮૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૩૭૦ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૪૧૪ થી રૂા.૪૨૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨)મોઇલ લિમિટેડ (૩૬૯) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૪૪ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૩૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૩૮૩ થી રૂા.૩૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)ઓરિયન્ટ ટેક્નોલોજીસ (૩૩૫) : રૂા.૩૧૩ નો પ્રથમ તેમજ રૂા.૩૦૩ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૩૪૮ થી રૂા.૩૬૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!
(૪)એનએલસી ઈન્ડિયા (૨૩૫) : પાવર જનરેશન સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૪૭ થી રૂા.૨૫૬ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૫)પિરામલ ફાર્મા (૨૧૫) : રૂા.૨૦૨ નો પ્રથમ તેમજ રૂા.૧૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી ફાર્મા સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૩૩ થી રૂા.૨૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૬)હૈડલબર્ગ સિમેન્ટ (૨૧૨) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૯૪ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૨૩૩ થી રૂા.૨૪૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭)આઈનોક્સ વિન્ડ (૧૬૫) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૪૭ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૧૭૪ થી રૂા.૧૮૦ ના સંભવિત ભાવની શકયતા છે…!!
(૮)જીપીટી ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ (૧૨૪) : ટેકનિકલ ચાર્ટ મુજબ સિવિલ કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક રૂા.૧૧૨ આસપાસ રોકાણકારે રૂા.૧૩૩ થી રૂા.૧૪૦ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૦૩ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧)ઝોડિયાક કલોધિંગ કંપની (૧૦૭) : ગાર્મેન્ટ્સ એન્ડ એપેરલ્સ સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૧૧૬ થી રૂા.૧૨૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૯૪ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!
(૨)નેશનલ ફર્ટિલાઇઝર્સ (૯૮) : ડિલેવરીબેઇઝ રોકાણકારે ફર્ટિલાઇઝર્સ સેકટરના આ સ્ટોકને રૂા.૮૮ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૧૦૭ થી રૂા. ૧૧૨ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!
(૩)ઓસવાલ એગ્રો મિલ્સ (૮૩) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા.૭૭ નો પ્રથમ તેમજ રૂા.૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! ટ્રેડિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૮૮ થી રૂા.૯૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪)ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ (૬૨) : રૂા.૫૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યમગાળે રૂા.૬૭ થી રૂા.૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા. ૭૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
નાણાંકીય વર્ષ ૨૦૨૭-૨૮ સુધીમાં વાહનોના વેચાણમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો ૭%એ પહોંચશે : ઈંઈછઅ
આજકાલ ઓટો ઈન્ડસ્ટ્રી માટેના સૌથી મોટા પડકાર રેર અર્થ એલિમેન્ટ મુદ્દાના સમયસર ઉકેલ અને નવી કંપનીઓના પદાર્પણ તથા કંપનીઓ દ્વારા નવા મોડેલ ઓફરિંગના જોરે કુલ કાર વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનો (ઈવી)નો હિસ્સો નાણાંકીય વર્ષ ૨૦૨૭-૨૮ સુધીમાં વધીને ૭%ને પાર નીકળશે તેમ રેટિંગ એજન્સી કેરએજ એડવાઇઝરીના અહેવાલમાં અંદાજ મુકવામાં આવ્યો છે.આ વૃદ્ધિ દેશમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાના સરકારના પ્રયાસો પર પણ નિર્ભર રહેશે. ભારતના ઇલેક્ટ્રિક કાર ઇકોસિસ્ટમે છેલ્લા ત્રણ વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેરએજ એડવાઇઝરી અને રિસર્ચના અહેવાલમાં જણાવાયું છે કે ’ભારતમાં ઇલેક્ટ્રિક કારનો હિસ્સો નાણાં વર્ષ ૨૦૨૮ સુધીમાં ૭%ને વટાવી જવાની ધારણા છે. કુલ ઈવી વેચાણમાં ફોર-વ્હીલરનો હિસ્સો હાલમાં ઓછો છે, ટુ-વ્હીલર અને થ્રી – વ્હીલરનું પ્રભુત્વ છે. જોકે, ફોર – વ્હીલર ઈવી સેગમેન્ટ હવે ટોપ સ્પીડમાં વધશે. અહેવાલમાં જણાવાયું છે કે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી રહી છે, જે ઐતિહાસિક રીતે ભારતમાં ઈવી સ્વીકૃતિમાં સૌથી મહત્વપૂર્ણ અવરોધોમાંનો એક રહ્યો છે. ઈવી ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યા વર્ષ ૨૦૨૦-૨૧ના ૫૦૦૦થી વધીને ૨૦૨૪-૨૫માં ૧.૦૭ લાખથી વધુ થવાનો અંદાજ છે. જાહેર ઈવી ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા ૨૦૨૨ના ૫૧૫૧થી વધીને ૨૦૨૪-૨૫ની શરૂઆત માં ૨૬,૦૦૦થી વધુ એટલેકે લગભગ પાંચ ગણી વધી છે.
જૂન માસમાં જથ્થાબંધ મોંઘવારી ઘટી ૨૦ માસના તળિયે પહોંચી…!!
દેશમાં મોંઘવારી છેલ્લા બે મહિનાથી સતત ઘટી રહી છે. જૂનમાં જથ્થાબંધ મોંઘવારી ઘટી -૦.૧૩ ટકા સાથે ૨૦માસના તળિયે પહોંચી છે. જ્યારે રિટેલ ફુગાવો ૬વર્ષના તળિયે નોંધાયો છે.
ભારતનો રિટેલ ફુગાવો જૂનમાં ઘટી ૨.૧ટકા થયો છે. જે જાન્યુઆરી, ૨૦૧૯બાદનો સૌથી મોટો ઘટાડો છે.જથ્થાબંધ ફુગાવો જૂનમાં -૦.૧૩ટકા નોંધાયો છે. જે અગાઉ ઓક્ટોબર,૨૦૨૩માં તે -૦.૫૬ટકા હતી. મે,૨૦૨૫માં ૦.૩૯ટકા અને એપ્રિલ,૨૦૨૫માં ૦.૮૫ટકા હતી. રોજિંદા જીવન જરૂરિયાત અને ખાણી-પીણીની ચીજોના ભાવ ઘટતાં મોંઘવારીમાં ઘટાડો થયો છે. રિટેલ ફુગાવો જૂનમાં ૦.૭૨ટકા ઘટ્યો છે. જે મેમાં ૨.૮૨ટકા હતો. રિટેલ ફુગાવામાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો છે. રિટેલ ફૂડ ઈન્ફ્લેશન જૂનમાં -૧.૦૬ટકા નોંધાયું છે. શાકભાજીના ભાવ ૧૯ટકા ઘટ્યા છે. જ્યારે ગરમ મસાલા ૩.૦૩ટકા સુધી સસ્તા થયા છે. જૂનમાં રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો મોંઘવારી દર ૨.૦૨ ટકાથી ઘટી -૩.૩૮ ટકા થયો છે. જ્યારે ખાદ્ય પદાર્થોમાં જથ્થાબંધ ફુગાવો ૧.૭૨ ટકાથી ઘટી -૦.૨૬ટકા થયો છે. ઈંધણ અને વીજનો જથ્થાબંધ ફુગાવો -૨.૨૭ ટકાથી ઘટી -૨.૬૫અને મેન્યુફેક્ચરિંગનો ઠઙઈં ૨.૦૪ ટકાથી ઘટી ૧.૯૭ટકા નોંધાયો છે.
દેશનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧.૩% ઘટીને રૂપિયા પ.૬૩ લાખ કરોડ રહ્યું…!!
નાણાકીય વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં,કેન્દ્ર સરકારને ડાયરેક્ટ ટેક્સ કલેક્શન મોરચે મોટો ઝટકો લાગ્યો છે. ૧૦ જુલાઈ સુધીમાં, દેશનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧.૩ ટકા ઘટીને રૂ.૫.૬૩ લાખ કરોડની આસપાસ થઈ ગયું છે. તેમાં કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં સૌથી મોટો ૩.૭ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે નોન-કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં પણ ૦.૦૪ ટકાનો નજીવો ઘટાડો થયો છે. જોકે,સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એકમાત્ર એવો કર હતો જેમાં આ સમયગાળા દરમિયાન વધારો જોવા મળ્યો હતો. તે ૭.૪૬ ટકા વધીને રૂ.૧૭,૮૭૪ કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ.૧૬,૬૩૨ કરોડ હતું. આ સમયગાળા દરમિયાન રિફંડના આંકડામાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. ૧૦ જુલાઈ સુધીમાં,કર વિભાગે લગભગ રૂ.૧.૦૨ લાખ કરોડની રિફંડ રકમ જારી કરી છે,જે ગયા વર્ષ કરતા ૩૮ ટકા વધુ છે.
રિફંડ પહેલાં જોઈએ,તો કુલ કર વસૂલાત ૩.૧૭ ટકા વધીને લગભગ રૂ.૬.૬૫ લાખ કરોડ થઈ ગઈ છે. લગભગ એક મહિના પહેલા,૧૦ જૂન સુધીમાં, કુલ વસૂલાતમાં ૪.૮૬ ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે આ આંકડો રૂ. ૫.૪૫ લાખ કરોડ હતો. અગાઉ, ૧૯ જૂન સુધીમાં, ચોખ્ખી કર વસૂલાત વાર્ષિક ધોરણે ૧.૪ ટકા ઘટી હતી.
૧૦ જુલાઈ સુધીમાં, કોર્પોરેટ કર વસૂલાતમાં ૯.૪૨ ટકાનો વધારો થયો છે. જોકે,આ સમયગાળા દરમિયાન, સરકારે અત્યાર સુધીમાં કુલ રૂ.૮૯,૮૬૩ કરોડ ટેક્સ રિફંડના રૂપમાં પરત કર્યા છે,જે ગયા વર્ષ કરતા ૫૬.૮૫ ટકા વધુ છે. એટલે કે, ટેક્સ આવકમાં વધારો થયો હોવા છતાં,મોટો ભાગ રિફંડના રુપમાં ગયો હતો. તે જ સમયે, બિન-કોર્પોરેટ કરદાતાઓ – જેમ કે વ્યક્તિગત કરદાતાઓ,હિન્દુ અવિભાજિત પરિવારો, પેઢીઓ, વ્યક્તિઓના જૂથો, વ્યક્તિઓના સંગઠનો,સ્થાનિક સંસ્થાઓ પાસેથી ચોખ્ખી કર વસૂલાત નજીવી ઘટીને લગભગ રૂ.૩.૪૫ લાખ કરોડ થઈ હતી. જોકે,આ શ્રેણીમાં રિફંડની રકમ ઘટીને રૂ.૧૨,૧૧૪ કરોડ થઈ હતી,જે વાર્ષિક ધોરણે લગભગ ૨૭ ટકાનો ઘટાડો દર્શાવે છે. કર નિષ્ણાંતો માને છે કે કુલ ડાયરેક્ટ ટેક્સ વસૂલાતમાં ઘટાડો થવાનું એક મુખ્ય કારણ ટેક્સ રિફંડમાં વધારો છે, પરંતુ કેટલાક અન્ય કારણો પણ જવાબદાર છે.
બિટકોઈનમાં છેલ્લા નવ મહિનાના સમયગાળામાં ૬૮%નો ઉછાળો…!!
ક્રિપ્ટોબિટકોઈનમાં ઉછાળા સાથે ભાવ ૧૧૮૦૦૦ ડોલરની સપાટી કુદાવીને નવી ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો.ક્રિપ્ટોકરન્સીમાં હાલમાં કોઈ પોઝિટિવ પરિબળો કરતા અમેરિકન ચલણ ડોલરમાં નબળાઈ ક્રિપ્ટો કરન્સીની વર્તમાન તેજી માટે જવાબદાર છે. બિટકોઈનમાં એક જ દિવસમાં જંગી ઉછાળાને પરિણામે ક્રિપ્ટોસમાં મંદી વાળા ઝડપાઈ ગયા હતા અને અંદાજે ૧.૧૩ અબજ ડોલરની પોઝિશનને ફરજિયાત લિક્વિડેટ કરવાનો વારો આવ્યો હતો. ૧.૧૩ અબજ ડોલરમાંથી ૧.૦૧ અબજ ડોલર શોર્ટ સેલિંગ હતું. બિટકોઈન ઉપરાંત એથરમમાં પણ મંદીવાળા અટવાઈ ગયાનું પ્રાપ્ત માહિતીમાં જણાવાયું હતું.
લિક્વિડેશનને કારણે શોર્ટ સેલિંગમાં ૧.૦૧ અબજ ડોલરનું ધોવાણ ૨૦૨૫માં અત્યારસુધીનું સૌથી મોટું ધોવાણ હોવાનું માનવામાં આવે છે. અમેરિકામાં ક્રિપ્ટોસને લઈને હકારાત્મક નીતિ તૈયાર થઈ રહી હોવાના અહેવાલે પણ બજારના સેન્ટિમેન્ટને મજબૂત બનાવ્યું છે. બિટકોઈનમાં ઓલટાઈમ હાઈ બાદ અન્ય ક્રિપ્ટોસ એથરમ, એકસઆરપી, ડોજકોઈન તથા સોલાનામાં પણ તેજી જોવા મળી છે.ગયા વર્ષના નવેમ્બરમાં ૭૦,૦૦૦ ડોલરથી નવ મહિનાના ગાળામાં બિટકોઈનમાં ૬૮% રેલી સાથે ૧,૧૮,૦૦૦ ડોલરનો ભાવ જોવા મળ્યો છે.
જૂનના અંતિમ સપ્તાહથી અત્યાર સુધીમાં બિટકોઈન સ્પોટ ઈટીએફસમાં અંદાજે એક અબજ ડોલરથી વધુનો ફલો આવ્યો છે.ક્રિપ્ટો કરન્સી માર્કેટને લઈને ટ્રમ્પ સરકાર સાનુકૂળ નીતિતૈયાર કરી રહી છે અને નવા નિયમનો લવાશે તેવી રોકાણકારો આશા રાખી રહ્યા છે.ક્રિપ્ટો એકસચેન્જ કોઈનબેસનો એસએન્ડપી ૫૦૦ ઈન્ડેકસમાં સમાવેશ થયો છે જેને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.