સોનાના વાયદામાં રૂ.782 અને ચાંદીના વાયદામાં રૂ.3,211નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.74ની તેજી
નેચરલ ગેસ, કોટન–ખાંડીના વાયદાઓમાં વૃદ્ધિઃ મેન્થા તેલના વાયદામાં નરમાઇનો માહોલઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.182784 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1889787 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.134205 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22858 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 11થી 17 જુલાઇના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2072591.96 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.182784.10 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1889787.96 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22858 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં સાપ્તાહિક ધોરણે કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.22047.93 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.134205.23 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.97252ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.98450 અને નીચામાં રૂ.96829ના મથાળે અથડાઈ, રૂ.96691ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.782ના ઉછાળા સાથે રૂ.97473ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.441ની તેજી સાથે રૂ.78295ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ.58 વધી રૂ.9839ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.776ના ઉછાળા સાથે સપ્તાહના અંતે રૂ.97454 થયો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.97300ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.98518 અને નીચામાં રૂ.97000ના મથાળે અથડાઈ, રૂ.96904ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.711 ઊછળી રૂ.97615 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.109333ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.115136 અને નીચામાં રૂ.109333ના મથાળે અથડાઈ, રૂ.109123ના આગલા બંધ સામે રૂ.3211ના ઉછાળા સાથે સપ્તાહના અંતે રૂ.112334ના ભાવે બંધ થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.3171ની તેજી સાથે રૂ.112118ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.3185 ઊછળી રૂ.112125ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.9848.34 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જુલાઈ વાયદો સપ્તાહના અંતે રૂ.3.2 ઘટી રૂ.882.6 થયો હતો. જસત જુલાઈ વાયદો રૂ.2.25 ઘટી સપ્તાહના અંતે રૂ.258.55 થયો હતો. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો સપ્તાહના અંતે 70 પૈસા ઘટી રૂ.249.05ના ભાવે બંધ થયો હતો. સીસું જુલાઈ વાયદો રૂ.2.5 ઘટી સપ્તાહના અંતે રૂ.178ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.38709.98 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4443ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4515 અને નીચામાં રૂ.4400ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.64 વધી રૂ.4503ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5748ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5993 અને નીચામાં રૂ.5633ના સ્તરને સ્પર્શી, રૂ.5718ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.74 વધી રૂ.5792ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.75 વધી સપ્તાહના અંતે રૂ.5794 થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો સપ્તાહના અંતે એમએમબીટીયુદીઠ રૂ.20.6 વધી રૂ.306.1 થયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ.20.6 વધી સપ્તાહના અંતે રૂ.306ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.908ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.15.3 ઘટી રૂ.891.70 થયો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો સપ્તાહના અંતે ખાંડીદીઠ રૂ.750ની તેજી સાથે રૂ.55700ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.79459.67 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.54745.56 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.6162.98 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.955.49 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.205.27 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2524.60 કરોડનાં કામકાજ થયાં હતાં.
સપ્તાહ દરમિયાન ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં રૂ.174.97 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.9928.78 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.28606.23 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.17.75 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.2.79 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 10606 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 29694 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6728 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 84235 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 8388 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17215 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 34084 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 112575 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 728 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 8686 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 18660 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 22757 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 23222 પોઇન્ટના સ્તર અને નીચામાં 22757 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 248 પોઇન્ટ વધી 22858 પોઇન્ટના સ્તરે હતો.