Anjar તા.19
અંજારમાં મહિલા એએસઆઈ પ્રેમીકાની હત્યા કરનાર પ્રેમીની ધરપકડ બાદ તેણે પણ જાતે હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યાનું જાણવા મળ્યું છે. અંજારમાં શુક્રવારે મહિલા એએસઆઈ અરૂણાબેન જાદવની તેના પ્રેમીએ હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. એએસઆઈ અરૂણાબેન અને સીઆરપીએફ જવાન વચ્ચે વર્ષ 2021માં ઈન્સ્ટાગ્રામ થકી મિત્રતા થઈ હતી.
જે બાદ બન્ને લિવઈનમાં રહેતા હતા. આ દરમિયાન ઝઘડો થતાં પ્રેમીએ ગળું દબાવી એએસઆઈને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ આરોપી સીઆરપીએફ જવાન પોલીસ મથકે સામેથી હાજર થયો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ જવાને હાથની નસ પણ કાપી હોવાનું સામે આવ્યું છે. આજે આરોપીને કોર્ટમાં રજુ કરાશે.