Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…ટેરિફનો સટ્ટો દુનિયા માટે ખતરનાક બનશે

    July 21, 2025

    22 જુલાઈનું પંચાંગ

    July 21, 2025

    22 જુલાઈનું રાશિફળ

    July 21, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…ટેરિફનો સટ્ટો દુનિયા માટે ખતરનાક બનશે
    • 22 જુલાઈનું પંચાંગ
    • 22 જુલાઈનું રાશિફળ
    • આવો, જાણીએ.. ‘National Flag Day’ નિમિત્તે ભારતીય ધ્વજ સંહિતા વિશે
    • સંત Puneet Maharaj ની ૧૧૭મી જન્મ જયંતિએ શત્ શત્ વંદન
    • હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-15
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 9
    • Morbi ટંકારાના લજાઈ-વીરપર ગામે બે પક્ષ વચ્ચે મારામારી બાદ સામસામી ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    વ્યાપાર

    Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૭.૨૦૨૫ ના રોજ..

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૫૭ સામે ૮૧૯૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૫૧૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૨૦૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૩૨ સામે ૨૪૯૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૧૨૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી, વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકના પ્રારંભમાં મિશ્ર પરિણામો અને ટેરિફ સંદર્ભે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે સારા ચોમાસાને કારણે ભારતીય શેરબજાર આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ઉછાળા સાથે બંધ રહ્યું હતું. મે તથા જૂનમાં ભારતીય બજારમાં મજબૂત ઈન્ફલોસ પૂરો પાડયા બાદ જુલાઈમાં વિદેશી રોકાણકારો અત્યારસુધી નેટ વેચવાલ સાથે વિશ્વના મોટાભાગના દેશો પર ટેરિફનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ વિદેશી રોકાણકારો પોતાના ભંડોળ ફાળવણી સાથે ટેરિફને મુદ્દે અનિશ્ચિતતાને પગલે વિદેશી રોકાણકારો પણ સાવચેતી ધરાવી રહ્યા છે, જોકે સ્થાનિક રોકાણકારો બજારને ટેકો આપી રહ્યા છે.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટયા મથાળેથી ઉંચકાતાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો બન્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં પીછેહટ જોવા મળી હતી.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૫% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર  એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી, હેલ્થકેર, ફોકસ્ડ આઈટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૮૮ અને વધનારની સંખ્યા ૧૯૫૯ રહી હતી, ૧૮૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઇટર્નલ લિ. ૫.૩૮%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૭૬%, એચડીએફસી બેન્ક ૨.૧૯%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૭૫%, ભારત ઈલેક્ટ્રોનિક્સ ૧.૩૭%, કોટક બેન્ક ૧.૧૪%, બજાજ ફિનસર્વ ૧.૦૬%, ટાટા મોટર્સ ૧.૦૫% અને લાર્સેન લિ. ૧.૦૫ વધ્યા હતા, જયારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩.૨૯%, એચસીએલ ટેકનોલોજી ૧.૨૧%, ટીસીએસ લિ. ૦.૯૯%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૯૭%, આઈટીસી લિ. ૦.૫૯%, મારુતિ સુઝુકી ૦.૩૬%, ટેક મહિન્દ્રા ૦.૩૧%, એનટીપીસી લિ. ૦.૧૬% અને એશિયન પેઈન્ટ ૦.૧૨% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૫૭ લાખ કરોડ વધીને ૪૫૯.૯૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૯ કંપનીઓ વધી અને ૧૧ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ટ્રમ્પ હવે યુરોપના દેશોને સંકટમાં મૂકનારા રશીયાને ભીંસમાં લેવાના અંતિમ પ્રયાસમાં યુક્રેન મામલે રશીયાને યુધ્ધ અટકાવવા દબાણમાં લાવવા નાટો સંગઠનનું અંતિમ શસ્ત્ર ઉગામ્યું છે. રશીયા સાથે વેપાર કરનારા દેશોને નાટોએ ઊંચા ટેરિફની ધમકી આપવા માંડીને રશીયાના આર્થિક રીતે ભીંસમાં લાવી દેવાનો દાવ ઉતરવામાં આવતાં રશીયા પાસેથી ઓઈલ ખરીદતાં ભારત સહિતના દેશોને વિચારતા કરી મૂક્યા છે. યુક્રેન સાથે રશીયાના યુધ્ધનો અંત લાવવાના એક તરફ પ્રયાસ સામે ઈઝરાયેલમાં નેત્યાનયાહુ સરકાર અલ્પમતમાં આવી જતાં હવે ઈઝરાયેલે સીરિયા પર હુમલો કરીને વિશ્વની ફરી ચિંતા વધારી છે.

    આ એક પછી એક નવા સર્જાઈ રહેલા પરિબળો વચ્ચે હવે ભારત અને અમેરિકા વચ્ચે  ટ્રેડ ડિલની વાટાઘાટ અંતિમ તબક્કામાં થઈ રહ્યા પર ભારતીય બજારો, વિશ્વની નજર છે. ડિલ પર ડિલ કરનારા ટ્રમ્પ અમેરિકાના બોઈંગની મોટી ખરીદી કરો અને ટેરિફમાં રાહત મેળવો એવી આકરી શરતી ડિલની ફરજ પાડી રહ્યા હોઈ ભારત માટે ટ્રેડ ડિલનું માળખું કેવું હશે એ હાલના તબક્કે કળવું મુશ્કેલ છે. જેથી આગામી દિવસોમાં વૈશ્વિક ટ્રેડ ડિલ અને જીઓપોલિટીકલ ટેશનના પરિબળો પર ખાસ નજર રહેશે.

    તા.૨૨.૦૭.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૧.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૧૨૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૯૩૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૧૯૩ પોઈન્ટ થી ૨૫૨૦૨ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • એચસીએલ ટેકનોલોજી ( ૧૫૩૬ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૯૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૫૩ થી રૂ.૧૫૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • વોલ્ટાસ લિ. ( ૧૩૮૫ ) :- હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ ગ્રુપના આ સ્ટોક રૂ.૧૩૬૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૪૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ભારત ફોર્જ ( ૧૨૨૬ ) :- રૂ.૧૨૦૨ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૦ બીજા સપોર્ટથી ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૫૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ઓરબિંદો ફાર્મા ( ૧૧૪૦ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૬૩ થી રૂ.૧૧૭૯ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૯૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૩૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૯૪ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૫૩ થી ૧૦૬૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઓબેરોય રિયલ્ટી ( ૧૮૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૮૦ આસપાસ વેચવાલી થકી રૂ.૧૮૦૮ થી રૂ.૧૭૮૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૮૦૫ ) :- રૂ.૧૮૩૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૮૪૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૭૮૭ થી રૂ.૧૭૭૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ઈન્ફોસીસ લિ. ( ૧૫૮૭ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૨૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૬૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૬૫ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૨૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૯૪ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૬૨ ) :- રૂ.૯૮૯ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૯૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૪૪ થી રૂ.૯૩૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૦૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

     

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતની આર્થિક પ્રગતિ સાથે Adani Port સમજબૂતવિકાસનીધમનીઓ સમાન

    July 21, 2025
    વ્યાપાર

    Kotwali ઓને કમાઉ ઉદ્યોગસાહસિક બનાવતું અદાણી ફાઉન્ડેશન

    July 21, 2025
    વ્યાપાર

    AGEL માં પ્રમોટર્સે હિસ્સો વધાર્યો, રૂ.9,350 કરોડનું ઇન્ફ્યુઝન મજબૂતવિશ્વાસનો સંકેત

    July 21, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 21, 2025
    મુખ્ય સમાચાર

    TDS Refund માટે હવે આવક વેરા રિટર્ન નહીં ભરવું પડે

    July 21, 2025
    મુખ્ય સમાચાર

    CoinDCX પર સાઈબર એટેક : રૂા.378 કરોડની ડીજીટલ કરન્સી ચોરાઈ

    July 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…ટેરિફનો સટ્ટો દુનિયા માટે ખતરનાક બનશે

    July 21, 2025

    22 જુલાઈનું પંચાંગ

    July 21, 2025

    22 જુલાઈનું રાશિફળ

    July 21, 2025

    આવો, જાણીએ.. ‘National Flag Day’ નિમિત્તે ભારતીય ધ્વજ સંહિતા વિશે

    July 21, 2025

    સંત Puneet Maharaj ની ૧૧૭મી જન્મ જયંતિએ શત્ શત્ વંદન

    July 21, 2025

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-15

    July 21, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…ટેરિફનો સટ્ટો દુનિયા માટે ખતરનાક બનશે

    July 21, 2025

    22 જુલાઈનું પંચાંગ

    July 21, 2025

    22 જુલાઈનું રાશિફળ

    July 21, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.