32 વર્ષીય જસોદાબેન કોટવાળીયાએ અદાણી ફાઉન્ડેશનની મદદથી પોતાનું જીવન બદલી નાખ્યું છે, આદિવાસી ગામની પોતાની પરંપરાગતવાંસ કારીગરીને સમૃદ્ધ આજીવિકામાં ફેરવી દીધી છે. 9મું ધોરણ પાસજસોદાબેન એક સમયે પોતાની કુશળતાને ફક્ત ઘરગથ્થુ ઉપયોગમાંલેતા હતા. આજેતેઓ મહિલા કારીગરોના જૂથઆનંદી સખી મંડળનું નેતૃત્વ કરે છે.
અદાણી ફાઉન્ડેશને અનેકવિધ રીતે કોટવાળિયા સમાજના ઉત્થાન માટે પગલા ભર્યા છે. ઉત્થાન પ્રોજેક્ટે કેવડી પ્રાથમિક શાળામાં તેમના બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુરક્ષિત કર્યું. કારીગર કાર્ડ્સને સત્તાવાર માન્યતા, સરકારી યોજનાઓ અને તાલીમને ઉજાગર કરી. કૌશલ્ય વિકાસ કાર્યક્રમોએ આધુનિક ડિઝાઇન રજૂ કરીઅને મશીનરી સપોર્ટે કાર્યક્ષમતામાં વધારો કર્યો, જેનાથી તેમને મોટા ઓર્ડર મળવાના શક્ય બન્યા.
વચેટિયાઓને દૂર કરીનેફાઉન્ડેશને જસોદાબેનને વાજબી ભાવ નક્કી કરવા અને પ્રદર્શનોમાં વન વિભાગના ગ્રામીણ મોલમાં સીધા વેચાણ કરવા માટે સશક્ત બનાવ્યા. જસોદાબેન જણાવે છે કે “પહેલાં તેમના કામથી કોઈ બીજા નફો કમાતા હતા. હવે, અમેઅમારા કામનું મૂલ્ય જાણીએ છીએ.” એક ગૃહિણીથી એક આત્મવિશ્વાસુ ઉદ્યોગસાહસિક બનવાની તેમની સફર બતાવે છે કે કેવી રીતે એક તક અને માર્ગદર્શન મહિલાઓ, પરિવારો અને સમુદાયોને ઉત્થાન આપી શકે છે.
અદાણી ફાઉન્ડેશન હંમેશા કોટવાળીયા સમાજની પડખે પડછાયાની જેમ ઉભુ રહ્યું. વાંસના બારીક કામમાં નબળી દૃષ્ટિ અવરોધબની શકે છે. ફાઉન્ડેશને તેમના પરિવાર માટે આંખની તપાસ શિબિરોનું આયોજન કર્યું, જેથી ખાતરી કરી શકાય કે સ્વાસ્થ્યની ચિંતાઓ વિના કાર્ય ચાલુ રાખી શકાય.
ફાઉન્ડેશન સંચાલિતઉત્થાન પ્રોજેક્ટને કારણે જશોદાબેનના બે બાળકોને કેવડી પ્રાથમિક શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે છે. કારીગરો તરીકે માન્યતા મેળવવામાં પણ તેમણે ખૂબ મદદ કરી છે. કારીગર કાર્ડ્સ થકી પહેલી વારઅમને અમારી પરંપરાગત કુશળતા માટે સત્તાવાર માન્યતા મળી. વળી તેનાથી સરકારી યોજનાઓ, તાલીમ અને પ્રદર્શનોમાં અમને પ્રવેશ મળ્યો જે ક્યારેકતેમની પહોંચ બહાર હતા.
કૌશલ્ય વિકાસ તાલીમ દ્વારાતેઓ આધુનિક ગ્રાહકોને આકર્ષિત કરતી હસ્તકલા ચીજવસ્તુઓ રજૂ કરતા શીખ્યા.પહેલાંતેઓ સંપૂર્ણપણે મેન્યુઅલ ટૂલ્સ પર આધાર રાખતા હતા, જે કંટાળાજનક અને સમય માંગી લેતાં હતાં. તેવામાં ફાઉન્ડેશન તરફથી મશીનરી સપોર્ટથી ઝડપીઅને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો બનાવવામાં તેમજ આત્મવિશ્વાસ સાથે મોટા ઓર્ડર લેવામાં મદદ મળી.
આજેતેઓતેમના ઉત્પાદનો ફક્ત પ્રદર્શનોમાં જ નહીં પરંતુ ગ્રામીણ મોલમાં વેચતા થયા છે. આ પ્લેટફોર્મ્સે તેમને ગ્રાહકો અને સરકારી ખરીદદારો સાથે સીધા જોડ્યા છે –તેમનું જીવન નખશીખ બદલાયું છે.