Gir Somnath,,તા.23
એન. એ. વાઘેલા ઇ. પો. ઇ.એ.સો.જી. ગીર સોમનાથ ના માર્ગ દર્શન હેઠળ એ.સો. જી સ્ટાફ ગોપાલસિંહ મોરી. મેહુલસિંહ પરમાર. સહિતના સ્ટાફ કોડીનાર શહેર માં પેટ્રોલિંગ દરમ્યાન સૈફ પ્રોવિઝન સ્ટોર જલારામ સોસાયટી. તેમજ ઈલ્યાસ નૂરમોહમ્મદ હાલાઈ. ઈલ્યાસ પ્રોવિઝન સ્ટોર રેલવે સ્ટેશન રોડ માહિતી આઘારે તપાસ કરતા બિલ કે લાયસન્સ વગર દુધાળા પશુ ઓમાં વઘુ દુધ આપે માટે ના ઓક્સીટોસિન ઇજેક્શન તથાં બાટલા ઓનું વેચાણ કરતા રૂ.2100ના મુદામાલ સાથે બન્ને વેપારી ની ધરપકડ કરી ધોરણ સરની કાર્યવાહી કરવામાં આવી છે
અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનાર શહેરમાં કરિયાણાની નાની નાની દુકાનો ઉપર અનેક જગ્યાએ આવા પ્રતિબંધિત ઓક્સિટોસીન ના ઇન્જેક્શન છૂટથી વેચાય છે અને આ બાબતની તંત્રને પણ ખબર છે ત્યારે એકાદ બે કેસ કરીને સંતોષ માની રહ્યા છે તો આ અંગે સધન તપાસ હાથ ધરાય એવી લોકોમાંથી માગણી ઉઠી છે