Una,તા.24
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપકૂમે ચાલતી બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી યોજના હેઠળ લાખો બાળકો પોષણક્ષમ આહાર સાથે બાળ શિક્ષણ મેળવી રહયા છે.
ઉના, ગીરગઢડા તાલુકાના ધણા ગામોમાં સંકલીત બાળ બાળ વિકાસ દ્વારા ચાલતી આંગણવાડી કેન્દ્રો નાં ધણાં રૂમો ન હોવાથી અને ભાડાનાં મકાન માં ચાલતી આંગણવાડી નવી બનાવવી જરૂરીયાત ને ધ્યાને રાખીને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા ગુજરાત સરકાર નાં બાળ સંકલન વિભાગ માં સફળ રજુઆત કરીને ઉના તથા ગીરગઢડા તાલુકાના 31 ગામો માં 37 જેટલી અધ્યતન રૂમો સાથે આંગણવાડી બનાવવા માટે માંગણી કરેલ હોવાથી સરકાર દ્વારા ઉના ગીરગઢડા તાલુકા માં 4.86 કરોડ જેટલી માતબર રકમની ગ્રાંટ મંજુર કરાતાં જે અન્વયે આગામી સમયમાં ઉના તાલુકાના અમોદ્રા,નાથળ, વરસીંગપુર, ગુંદાળા, શા.ડેસર, નાંદણ, નાળીયામાંડવી, સૈયદ રાજપરા, નવાબંદર, ગરાળ, નાંદરખ, નાઠેજ, યાજપુર, સીમર, મોઠા, માણેકપુર, સોંદરડી, મધરડી, તડ, કોબ, અંજાર, ઉના, ગીરગઢડા તાલુકાના મોટા સમઢીયાળા, ના.મોલી, બેડીયા, મોતીસર, જુના ઉગલા, આંબાવડ, સનવાવ, વડવીયાળા, રસુલપરા વગેરે ગામોમાં અત્યંત આધુનિક કક્ષાના સ્ટેઈનલેશ સ્ટીલના રૂમોનું નિર્માણ કરવામા આવશે.

