New Delhi,તા.24
ગઇકાલે ચોથા ટેસ્ટ મેચમાં રીટાયર ઇન્જર્ડ થયેલા ટીમ ઇન્ડિયાના વિકેટ કીપર ઋષભ પંત હવે પુરી ટેસ્ટ શ્રેણીમાં રમશે નહીં તેને પગમાં ફ્રેકચર થયું છે અને છ અઠવાડિયાના આરામની સલાહ આપી છે.
ગઇકાલે જ તેને ક્રિસ વોકસેના દડામાં પગમાં ઇજા થઇ હતી અને તેને સ્ટેચર વાનમાં બહાર લઇ જવો પડયો હતો. આમ હવે તે પૂરી શ્રેણી માટે રમશે નહીં જેથી વિકેટ કીપર તરીકે ધ્રુવ જુરેલને જવાબદારી સોંપાઇ તેવા સંકેત છે.