Jamnagarતા,24
જામનગર શહેર અને નંદપુર ગામમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા છે, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી ચાર મહિલાઓ સહિત ૧૨ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે.
જામનગરમાં બેડેશ્વર એકડે એક બાપુની દરગાહ પાસે જાહેરમાં ડેલામાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી જેતુનબેન વલીમહંમદ જામ, સલમાબેન રામાભાઇ વરાણીયા, હીનાબેન ગૌરવભાઈ અઘારા, ભારતીબેન ભાવેશભાઈ વાઘેલા અને નવાજ કરીમભાઈ લંઘા નામના રીક્ષા ચાલકની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગે નો બીજો દરોડો જામનગર તાલુકાના નંદપુર ગામમાં એક વાડી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો, ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા નિલેશ પ્રેમજીભાઈ ચાંગાણી, રસિક હીરાભાઈ પટેલ, રમેશ ગોવિંદભાઈ મુંગરા, હરસુખભાઈ દેવજીભાઈ મૂંગરા, દિનેશ દેવાભાઈ ચિરોડિયા, નિકુંજ પ્રફુલભાઈ ટંકારીયા અને કાંતિભાઈ લીંબાભાઇ ઉમરેટીયાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.