London, તા. 25
દુનિયાભરમાં સેમીકન્ડકટર ચીપ બનાવવા માટે મશહુર ગણાતી ઇન્ટેલ કંપનીએ તેના 25 હજાર કર્મચારીઓને લે ઓફ નોટીસ આપી છે. જેનો મતલબ એ છે કે મોટા પાયે આ કંપનીના કર્મચારીઓ નોકરી ગુમાવશે.
મુખ્યત્વે કંપનીએ તેના જર્મની અને પોલેન્ડમાં આવેલા પ્રાંતમાં મોટા પાયે પુન:ગઠન શરૂ કર્યુ છે અને આ વર્ષના અંત સુધીમાં તેનું કર્મચારી સંખ્યાબળ 75 હજાર કરવા નિર્ણય લીધો છે.
કંપનીમાં 108900 કર્મચારીઓ કામ કરે છે. ગત વર્ષે ઇન્ટેલે 15 હજાર કર્મચારીઓને છુટા કર્યા હતા અને હાલમાં જ ઇન્ટેલે 2.9 બિલીયન ડોલરની ખોટ કરી છે. જેના કારણે તે વધુ છટણી કરી રહી છે.
કંપનીના સીઇઓએ ઇન્ટેલ મુશ્કેલભર્યા સમયમાંથી પસાર થઇ રહી હોવાનું સ્વીકાર્યુ હતું અને કહ્યું હતું કે કંપનીએ જર્મની અને પોલેન્ડમાં નવા પ્લાન્ટ સ્થાપવાની યોજના પણ પડતી મૂકી છે.
આ ઉપરાંત તે કોસ્ટારીકાના પ્રાંતને વિયેટનામ અને મલેશીયામાં ફેરવી રહી છે. જયાં ઓપરેટીંગ ખર્ચ અત્યંત ઓછો થશે અને ફાયદો થશે તેવું કંપનીના એમડીએ દાવો કર્યો છે.