Mumbai, તા. 25
ભારતીય શેરબજારમાં સૌથી મોટા રોકાણકાર તરીકે સ્થાન મેળવનાર ભારતીય જીવન વિમા નિગમ (એલઆઇસી) તેના રૂા.15.5 લાખ કરોડના પોર્ટફોલીયોમાં ફેરફાર કરવા જઇ રહી છે અને કંપનીએ સુઝલોન, વેદાંતા સહિતની સ્ક્રીપ ઉપરાંત રિલાયન્સ પાવરને પડતી મૂકી છે અને તેના સ્થાને ડિફેન્સ સ્ટોકને સમાવી રહી છે.
ખાસ કરીને ઓપરેશન સિંદુર બાદ ભારતની જે સૈન્ય તૈયારીઓને વેગ મળ્યો છે તેના કારણે ડિફેન્સ સ્ટોક કે ડિફેન્સ કંપનીના શેર હવે તેજીમાં છે અને એલઆઇસીએ મઝગાવ ડોક સીપીઆરમાં વધુ 3757 કરોડ રોકયા છે.
જેમાં કંપનીનું 3.27 ટકા હોલ્ડીંગ મેળવી લીધુ છે. આ ઉપરાંત કોચિંગ શીપયાર્ડ ભારત ઇલેકટ્રોનિકસ અને હિન્દુસ્તાન એરોનેટીકમાં તેનું રોકાણ વધાયુૃ છે. 2525માં દુનિયામાં જે રીતે એક બાદ એક દેશો યુધ્ધે ચડી રહ્યા છે તે પછી તમામ શેરબજારોમાં ડિફેન્સ સ્ટોકના ભાવ વધ્યા છે અને તે એલઆઇસી તે માર્ગે છે.
એલઆઇસી આ ઉપરાંત હાલમાં જ રિલાયન્સ પાવરમાં નફો બુક કરીને તેનું રોકાણ છુટુ કર્યુ છે. તો હિરો મોટો કોર્પમાં પણ કંપનીએ 6.35 ટકા રોકાણ ઘટાડયું છે. જોકે રિલાયન્સમાં તેનું રૂા. 1.03 લાખ કરોડનું રોકાણ યથાવત રહ્યું છે.