Jamnagar,તા ૨૫
જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને પાક વીમા પોર્ટલ મુદ્દે હાલ જમીન પર ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, આ મુદ્દાને લઈને આજે જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલિ યોજીને જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે.
જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ મનોજ કથીરીયા ની આગેવાનીમાં આ રેલી યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના અનેક કાર્યકરો પોતાના હાથમાં પોસ્ટર રાખીને ખેડૂતોને સાથે રાખીને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, અને ત્યારબાદ ખેડૂતોને ન્યાય અપાવવાના મામલે વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે.