Jamnagar,તા ૨૫
જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે પંચકોસી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પડ્યો હતો. જે દરમિયાન ઉપરોક્ત વિસ્તારમાં સાત સ્ત્રી પુરુષો ગંજી પાના વડે જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.
આથી પોલીસે ગીતાબા નરેન્દ્રસિંહ જાડેજા, નંદુબેન કાનાભાઈ ભાટીયા, ક્રિષ્નાબા અજીતસિંહ જાડેજા, અજાiબેન જગાભાઈ ડાંગર, જાનાબેન કરસનભાઈ ભાટીયા, કાનાભાઈ હાજાભાઇ ભાટિયા, અને હરપાલસિંહ અજીતસિંહ જાડેજા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૨૮,૫૫૦ ની માલમતા કબજે કરી છે.