એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.1,253 અને ચાંદીના વાયદામાં રૂ.2,799નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.26 લપસ્યો
કોટન–ખાંડી વાયદો રૂ.310 તેજઃ મેન્થા તેલના વાયદામાં નરમાઇઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.188492 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1797757 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.143406 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23305 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 18થી 24 જુલાઇના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.1986273.54 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.188492.93 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1797757.53 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 23305 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.18376.34 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.143406.06 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.97320ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.100555 અને નીચામાં રૂ.97320ના મથાળે અથડાઈ, રૂ.97473ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1253ના ઉછાળા સાથે રૂ.98726ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ.975 ઊછળી સપ્તાહના અંતે રૂ.79270ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો સપ્તાહના અંતે 1 ગ્રામદીઠ રૂ.98 વધી રૂ.9937ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1214ના ઉછાળા સાથે રૂ.98668 થયો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.97301ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.100388 અને નીચામાં રૂ.97300ના મથાળે અથડાઈ, રૂ.97615ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1038 ઊછળી રૂ.98653 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.112529ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.116641 અને નીચામાં રૂ.112505ના મથાળે અથડાઈ, રૂ.112334ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2799 વધી રૂ.115133ના ભાવે બંધ થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો સપ્તાહના અંતે રૂ.2752 વધી રૂ.114870ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.2756 વધી સપ્તાહના અંતે રૂ.114881ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.12460.44 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જુલાઈ વાયદો રૂ.10.9 વધી સપ્તાહના અંતે રૂ.893.5 થયો હતો. જસત જુલાઈ વાયદો સપ્તાહના અંતે રૂ.10.5 વધી રૂ.269.05 થયો હતો. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો રૂ.5.2 વધી સપ્તાહના અંતે રૂ.254.25ના ભાવે બોલાયો હતો. સીસું જુલાઈ વાયદો રૂ.1.6 વધી સપ્તાહના અંતે રૂ.179.6ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.31321.87 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4506ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4507 અને નીચામાં રૂ.4480ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.20 ઘટી રૂ.4483ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5697ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5824 અને નીચામાં રૂ.5605ના સ્તરને સ્પર્શી, રૂ.5698ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.26 ઘટી રૂ.5672ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.25 ઘટી સપ્તાહના અંતે રૂ.5675 થયો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો એમએમબીટીયુદીઠ સપ્તાહના અંતે રૂ.37.7 ઘટી રૂ.271.8 થયો હતો. નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો રૂ.37.4 ઘટી સપ્તાહના અંતે રૂ.272.1ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.890ના ભાવે ખૂલી, રૂ.1.7 ઘટી રૂ.890 થયો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો સપ્તાહના અંતે ખાંડીદીઠ રૂ.310ની તેજી સાથે રૂ.56010ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.98425.52 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.44980.55 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.7195.62 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1657.30 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.203.46 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.3404.05 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.53.16 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.5802.29 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.25466.42 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.28.51 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.4.22 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 7735 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 21337 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 777 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 5855 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 2573 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19824 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 36161 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 119951 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 677 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 11542 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 28320 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 22970 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 23797 પોઇન્ટના સ્તર અને નીચામાં 22970 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 485 પોઇન્ટ વધી 23305 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.