New York તા.29
અમેરિકામાં ગન ક્લ્ચરનાં ભયાનક પરિણામોનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બ્લેકસ્ટોન કેપીએમજી, નેશનલ ફૂટબોલ લીગ જેવી વિખ્યાત કંપનીઓની ઓફીસ ધરાવતાં 44 માળની મેનહટનની ઈમારતમાં 27 વર્ષિય બંદુકધારીઓ અંધાધુંધ ગોળીબાર કરતા એક પોલીસ અધિકારી સહીત 6ના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. ગનમેને પોતે પણ ગોળીથી આપઘાત કરી લીધો હતો.
મેનહટનની ગગનચુંબી ઈમારતમાં સાંજે 6-30 વાગ્યે રેશ અવર્સ દરમ્યાન જ હાથમાં રાયફલ સાથે 27 વર્ષિય યુવક ઘુસ્યો હતો અને અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો ગોળીબારને પગલે નાસભાગ મચી હતી. જીવ બચાવવા લોકોએ ઓફીસમાં દરવાજા બંધ કરી દીધા હતા. બનાવની જાણ થતા જ સુરક્ષા કાફલો ઘસી ગયો હતો.
મેનહટનમાં ગોળીબાર કરનાર યુવકની ઓળખ શેન તમુરા તરીકે થઈ છે. તેનો કોઈ ગુન્હાહીત ભુતકાળ માલુમ પડયો નથી. ખાનગી ઈન્વેસ્ટીગેટર તરીકેનું લાયસન્સ ધરાવતો હતો અને ફૂટબોલનો ખેલાડી હતો.