New Delhi,તા.29
સમગ્ર ગુજરાતને હચમચાવનારા વડોદરાના હરણી બોટ દુર્ઘટનાકાંડમા કોન્ટ્રાકટરે જમા કરાવેલા રૂા.1.2 કરોડ ભોગ બનેલા 12 બાળકો તથા બે શિક્ષકોના પરિવારોને વળતરરૂપે ચુકવી દેવાનો આદેશ સુપ્રીમકોર્ટે કર્યો છે.
અદાલતે કહ્યું કે હરણી બોટ દુર્ઘટના કેસમાં કોન્ટ્રાકટરે બે તબકકે રૂા.81.99 લાખ તથા 30.74 લાખ જમા કરાવ્યા હતા. વડોદરાના ડેપ્યુટી કલેકટર સમક્ષ નાણાં જમા થયા હતા. દુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારોને તે ચુકવવા સામે કોઈને વાંધો નથી.
ત્યારે મૃતક 12 બાળકો તથા બે શિક્ષકોના પરિવારને વળતરરૂપે આવી દેવામાં આવે. જસ્ટીસ બી.વી.નાગરજન તથા જસ્ટીસ કે.પી.વિશ્વનાથનની બેંચે વડોદરાના ડેપ્યુટી કલેકટરને છ સપ્તાહમાં વળતર ચુકવણીની કાર્યવાહી પુર્ણ કરવાની સૂચના આપી હતી.
સર્વોચ્ચ અદાલતે રૂા.4 કરોડના સમગ્ર વળતરની જવાબદારી કોન્ટ્રાકટરની હોવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર પણ સ્ટે આપીને નોટીસ ઈસ્યુ કરી હતી.
કોન્ટ્રાકટર કંપની દ્વારા જ હાઈકોર્ટના આદેશ સામે અપીલ કરવામાં આવી હતી. બોટ દુર્ઘટનાના વળતર મુદે કોઈ અધિકૃત જોગવાઈઓ ન હોવાથી મોટર વ્હીકલ ધારાના આધારે સરકારે વળતરની ગણતરી કરી હતી. હાઈકોર્ટમાં પેન્ડીંગ અરજીમાં વીમા કંપની તથા વીમાકંપનીને પણ પક્ષકાર તરીકે જોડયાનુ છુટ્ટ આપી હતી.
હાઈકોર્ટમાં કોન્ટ્રાકટર કંપનીએ તળાવનો વીમો હોવાની દલીલ કરીને વીમા કંપનીને પણ દાવામાં સામેલ કરવાની માંગ કરી હતી. જો કે, અદાલતે એમ કહ્યું હતું કે ભાગીદારો કે વીમા કંપની સાથેની તકરારમાં કોન્ટ્રાકટરની જવાબદારી દુર થતી નથી. કોન્ટ્રાકટરની જવાબદારી દુર થતી નથી.
કોન્ટ્રાકટર કંપનીની આંતરિક વ્યવસ્થા સાથે અદાલતને કાંઈ લાગતુ વળગતુ નથી. માત્ર ભોગ બનેલા તથા તેમના પરિવારોની જ ચિંતા છે. હાઈકોર્ટે કંપનીને વળતર પેટે 3.50 કરોડ જમા કરાવવા આદેશ કર્યો હતો. જે સામે કંપનીએ રીવ્યુ પીટીશન કરી હતી.