Junagadh તા. ૩૧
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે મેંદરડા તાલુકાના ડેડકીયાળી ગામની સીમ વિસ્તારમાંથી જુગાર રમતા કુલ-૧૩ ઇસમોને પકડી પાડી, રોકડ રૂ. ૪૫,૯૬૦ તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ. ૩,૦૧,૯૬૦નો મુદ્દામાલ કબજે કરી, મેંદરડા પોલીસમાં ગુનો દાખલ કરાવતા, જિલ્લાના જુગારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
જુનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી જગા૨ની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સુચના આપવામા આવેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચ તપાસમાં પ્રયત્નશીલ હોય. દ૨મ્યાન ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢના પો.સબ ઇન્સ. પી.કે.ગઢવી તથા સ્ટાફને સંયુક્તમાં ખાનગીરાહે ચોક્ક્સ બાતમી હકિકત મળતા બાતમીના આધારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે મેંદરડાના ડેડકિયાળી ગામના મયુ૨ ભાણકુભાઇ સીમ વિસ્તા૨માં પોતાના કબજા ભોગવટાના ખેત૨ના મકાને દરોડો પાડી તપાસ કરતા મયુ૨ ભાણકુભાઇ બહારથી ૧૨ જેટલા માણસોને બોલાવી ગંજીપતાના પાના વડે જૂગા૨ ૨માડી પોતાના આર્થીક ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા મળી આવતા ક્રાઈમ બ્રાન્ચે જુગા૨ ૨મતા કુલ ૧૩ ઇન્સમોને પકડી પાડી, પટ માંથી તથા નાળાના મળી રોકડા રૂ. ૪૫,૬૦ તથા મોબાઈલ ફોન-૧૦ જેની કિ. રૂ. ૯૧,૦૦૦ તથા મોટર સાયકલ નંગ-૬ જેની કિ. રૂ. ૧,૬૫,૦૦૦ મળી કુલ રૂ. ૩,૦૧,૯૬૦ ના બધા મુદામાલ જપ્ત કર્યો હતો.
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે જુગાર રમતા પકડાયેલા મયુર ભાણકુભાઇ તગમડીયા, ૨ાજેભાઇ ઉર્ફે રાજુ વજુભાઇ ખુંટ, અરવિંદભાઇ હરીભાઇ વઘાસીયા, મહેશ મનસુખભાઇ જાપડીયા, ૨મેશ મનસુખભાઇ જાપડીયા, બાલુભાઇ બીજલભાઇ પીપળીયા, સલીમ હુશેન જુણેજા, સુમાત ઉર્ફે પીલુ જોરૂભાઇ પીપળીયા, વિપુલ મેઘજીભાઇ જાડિયા, ભાવેશ કેશુભાઇ મહેતા, રોહિત મુકેશભાઇ સખરેલીયા, ધીરૂભાઇ જસમતભાઈ પટોળીયા, નિલેશ ચુનીભાઇ કથી૨ીયા સામે મેંદરડા પોલીસમાં જુગારધારા અંગે ગુનો નોંધાવાતા મેંદરડા પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.