China,તા.05
ભારતની માફક જ ચીનને પણ રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવા મુદે ધમકાવી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આકરો જવાબ આપ્યો છે. બન્ને દેશો વચ્ચે વ્યાપાર સમજુતીની તૈયારી વચ્ચે પણ રશિયા સાથે વ્યાપારનો મુદો હજુ વિધ્ન છે.
ચીનના વિદેશ મંત્રાલયે ભારત જેવો જ જવાબ આપતા કહ્યું કે, તેના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને તેની ઉર્જા આવશ્યકતા અંગે નિર્ણય લેવાશે. ચીન અને અમેરિકા વચ્ચે સ્ટોકહોમમાં વ્યાપાર સમજુતી પર ચર્ચા થઈ રહી છે. ચીને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જબરદસ્તી કે ધમકીઓ કઈ હાંસલ કરી શકાશે નહી.
ચીન તેના સાર્વભૌમત્વની સુરક્ષા કરવા તથા તેના હિતોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ. બન્ને દેશો વચ્ચે વાટાઘાટો ચાલુ છે તે સમયે ચીનનો આ સંદેશ મહત્વપૂર્ણ છે. બીજ તરફ અમેરિકી નાણા સચીવ સ્કોટ બેસન્ટ જે આ વાટાઘાટમાં સામેલ હતા.
તેઓએ પ્રતિભાવ આપતા કહ્યું કે, ચીન તેના સાર્વભૌમત્વને અત્યંત ગંભીરતાથી લે છે તો ભલે તે જાળવવા 100% ટેરીફ ભરે. અમોને કોઈ વાંધો નથી. પ્રમુખ ટ્રમ્પ 100% ટેરીફ લાદવા ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે.
આજ રીતે ઈરાને તેલ મુદે પણ અમેરિકા-ચીનની ટકકર છે. 2024માં ઈરાનના ક્રુડતેલના 80થી90% ચીનને સપ્લાય થયું હતું. રશિયાનું પણ ક્રુડ ઓઈલ ખરીદનારમાં ચીન પ્રથમ ક્રમે છે અને ભારત પણ મોટું ખરીદનાર છે.