Vadnagar,તા.13
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.25 અને 26ના ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ બે દિવસના રોકાણ દરમ્યાન તેમના વતન શહેર વડનગર તેમજ બેચરાજીની મુલાકાત લેશે.
શ્રી મોદી વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબને ખુલ્લુ મુકશે. લાંબા સમયથી આ પ્રોજેકટ પર કામ ચાલી રહ્યું હતું અને તેમાં હવે વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થશે. આ ઉપરાંત બેચરાજીમાં શ્રી મોદી દેશની ટોચની ઓટો કંપની મારૂતી સુઝુકીના દેશના પ્રથમ ઈ-વ્હીકલ પ્લાન્ટને પણ ખુલ્લો મુકશે.
આમ ગુજરાતમાં ટાટા કંપની બાદ હવે મારૂતી સુઝુકીના ઈ-વાહનો પણ ગુજરાતમાં ઉત્પાદીત થશે. સુઝુકીએ આ પ્લાન્ટ માટે ગુજરાતની પસંદગી કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના કાર્યકાળ દરમ્યાન જ તેમને તેઓએ રાજયને ઓટો કંપનીનું હબ બનાવવા જે રીતે ટાટા ગ્રુપના નેનો પ્રોજેકટને રાજયમાં આમંત્રણ આપ્યું હતું.
તે પછી એક બાદ એક આંતરરાષ્ટ્રીય ઓટો કંપનીઓ ગુજરાતમાં આવી છે અને સાણંદ અને તેની આસપાસ અનેક પ્લાન્ટ સ્થાપિત કર્યા છે જેમાં હવે એક વધુનો ઉમેરો થશે.