આ ટીઝરમાં અક્ષય અને અરશદ વચ્ચે કોર્ટમાં જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આ ફિલ્મ ૧૯ સપ્ટેમ્બરે રિલીઝ થશે
Mumbai, તા.૧૩
અક્ષય કુમાર, અરશદ વારસી અને સૌરભ શુક્લાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘જોલી એલએલબી ૩’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરમાં અક્ષય અને અરશદ વચ્ચે કોર્ટમાં જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આ ફિલ્મ ૧૯ સપ્ટેમ્બરે રિલીઝ થશે.લાંબા સમયથી ‘જોલી એલએલબી ૩’ની ચર્ચાઓ ચાલી રહી હતી. આખરે, મેકર્સે હવે આ ફિલ્મનું લેટેસ્ટ ટીઝર રિલીઝ કર્યું છે, જેને જોઈને તમારી ઉત્સુકતા વધી જશે. એવામાં જાણીએ કે આ વખતે જોલી શું કમાલ કરવાનો છે.બોલિવૂડમાં વર્ષ ૨૦૧૩માં નિર્દેશક સુભાષ કપૂરે જોલી એલએલબી ળેન્ચાઈઝી શરૂ થઈ કરી હતી. પહેલા ભાગમાં અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં હતો, જ્યારે બીજા ભાગમાં અક્ષય કુમાર જોવા મળ્યો હતો. હવે, જ્યારે ત્રીજા ભાગ જોલી એલએલબી ૩માં મેકર્સે એક જોરદાર પ્લાન બનાવ્યો છે જેમાં આ બંને કલાકારોને એકસાથે લાવ્યામાં આવ્યા છે.૧૨ ઓગસ્ટ, મંગળવારના રોજ જોલી એલએલબી ૩નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેની જાહેરાત સોમવારે જ કરવામાં આવી હતી. ફિલ્મના ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે આ વખતે કાનપુર અને મેરઠના જોલી કોર્ટરૂમમાં આમને-સામને હશે, જે આ ફિલ્મનો રોમાંચ વધારવા માટે પૂરતું છે.આ ફિલ્મમાં અક્ષય અને અરશદ ઉપરાંત અભિનેતા સૌરભ શુક્લા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. જજ સુંદર લાલ ત્રિપાઠીના પાત્રમાં સૌરભે પાછલા બે ભાગમાં પોતાની કોમિક ટાઈમિંગથી બધાના દિલ જીતી લીધા છે.જોલી એલએલબી ૩નું ટીઝર જોયા પછી દર્શકોની ઉત્સુકતા વધી ગઈ છે અને તેઓ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો, અક્ષય કુમાર અને અરશદ વારસીની આ કોમેડી ફિલ્મ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પહેલા આ ળેન્ચાઈઝીની બે ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આથી, ફિલ્મના ત્રીજા ભાગ પાસેથી પણ આવી જ અપેક્ષા રાખવામાં આવી રહી છે.