Mumbai,તા.14
ભારતીય શેરબજાર ડે-ટ્રેડર્સના કારણે કેસીનો જેવું બની ગયું છે તથા તેમાં 96% ટ્રેડર્સ નાણા ગુમાવે છે તેવા આવી રહેલા અહેવાલ વચ્ચે હવે સેબીએ દેશમાં એક્રીડીએટેડ- ઈન્વેસ્ટરનો એક ખાસ વર્ગ નિયત કરવા કવાયત શરૂ કરી છે અને તે માટેના માપદંડ પણ નિશ્ચિત થયા છે. સેબીના પ્રસ્તાવ મુજબ જેની નેટવર્થ- તથા રોકાણના પણ કાઈટેરીયા બદલાયા છે.
જે મુજબ જે રોકાણકાર પાસે ઓછામાં ઓછી રૂા.5 કરોડની સંપતિ- નેટવર્થ હોય અથવા તેટલું રોકાણ હોય તેને એક્રેડીએટેડ- ઈન્વેસ્ટરનો દરજજો મળી શકે છે. કંપનીઓ તથા ટ્રસ્ટો માટે તે રૂા.20 કરોડની લઘુતમ મર્યાદા છે.
અત્યાર સુધી એક્રેડીએટેડ ઈન્વેસ્ટરનો માટે નેટવર્થનો નિયમ રૂા.2 કરોડનો હતો અથવા કુલ સંપતિ રૂા.7.5 કરોડની જરૂરી હતી પણ હવે સેબી કહે છે કે તમારી પાસે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં કુલ રોકાણ રૂા.5 કરોડ હશે તો આ દરજજો મળી જશે. એક્રેડીટેડ ઈન્વેસ્ટર એ વર્ગને કહેવામાં આવે છે. જેની પાસે શેરબજારની સારી સમજ હોઈ શકે છે. તેઓમાં જોખમ ઉઠાવવાની ક્ષમતા હોય છે.
આ પ્રકારના રોકાણકારોને અલ્ટરનેટીવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ કે પોર્ટફોલીયો મેનેજમેન્ટ સર્વિસ જેવા મોટા જોખમી રોકાણની છુટ મળે છે. સેબીના જણાવ્યા મુજબ લગભગ 3.7 લાખ લોકો માપદંડના કારણે નવા એક્રેડીએટેડ ઈન્વેસ્ટર બની શકશે. હાલ આ પ્રકારના ઈન્વેસ્ટર્સની સંખ્યા 96000 જ છે.
આમ માર્કેટમાં મોટા રોકાણકારની સંખ્યા વધી જશે. હવે નેટવર્થમાં ડીમેટ ખાતામાં શેર તથા બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ, અનલીસ્ટેડ વિદેશી શેરોમાં રોકાણ તથા અલ્ટરનેટીવ ઈન્વેસ્ટમેન્ટ અને પોર્ટફોલીયો મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. આ માટે બ્રોકર કે સીએ સર્ટી. જરૂરી બને છે.

