દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી છે. ભારત 15 ઓગસ્ટ 2025ના રોજ એટલે કે આવતી કાલે તિરંગો ફરકાવવામાં આવશે પરંતુ ઘાણો લોકો ભારતના રાષ્ટ્ર ધ્વજને ક્યારે અને કેવી રીતે ફરકાવવો જોઈએ એ નિયમો જાણતા નથી. ભારતમાં, ‘ભારતનો ધ્વજ સંહિતા’ નામનો કાયદો છે જે અંતર્ગત તિરંગો ફરકાવવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે અને દરેક ભારતીય માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
જો કોઈ વ્યક્તિ આ કાયદાનો ભંગ કરીને અથવા કાયદાની વિરુદ્ધ જઈને તિરંગો ફરકાવે છે તો તે વ્યક્તિને જેલ પણ થઈ શકે છે. વર્ષ 2002 પહેલા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઘર કે કોઈ ખાનગી જગ્યા પર તિરંગો ફરકાવતો ન હતો પરંતુ 2002માં ‘ભારતના ફ્લેગ કોડ’માં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. જેમાં ભારતીય લોકો ઘર, ઓફિસ અને ફેક્ટરીઓ વગેરેમાં પણ ધ્વજ ફરકાવી શકે છે. વર્ષ 2009માં રાત્રે તિરંગો ફરકાવવાની પરવાનગી આપવામાં આવી હતી.
ભારતના રાષ્ટ્ર ધ્વજને તિરંગા કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે 3 રંગોથી બનેલો ધ્વજ. તિરંગાને કોઈ પણ સંજોગોમાં જમીનને અડવો ન જોઈએ. કારણ કે આમ કરવું તિરંગાનું અપમાન માનવામાં આવશે. તિરંગાનો ઉપયોગ કોઈપણ સ્વરૂપમાં શણગાર માટે કરી શકાતો નથી. તેમજ કોઈ પણ વ્યક્તિ પોતાના કોઈપણ વાહન પર તિરંગો લગાવી શકશે નહીં. જેમાં ટ્રેન, બોટ અને એરોપ્લેન પણ સામેલ છે. ઘણી વખત દેશભક્તિની ભાવનામાં લોકો પોતાના કપડા પર અથવા ઘરમાં ઉપયોગ કરતા કપડા પર તિરંગાની તસવીર લગાવતા જોવા મળે છે, જે તદ્દન ખોટું છે.
આઝાદી પહેલા અંગ્રેજોની ગુલામી વખતે પણ આપણે ધ્વજ ફરકાવ્યો હતો. ઈતિહાસકારોના મતે તે દેશમાં સૌપ્રથમવાર 07 ઓગસ્ટ 1909ના રોજ કોલકાતાના પારસી બાગાનમાં ફરકાવવામાં આવ્યો હતો. ક્રાંતિકારીઓએ અંગ્રેજોને અપમાનિત કરવા માટે આ કર્યું અને તેને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર્યો હતો. તે સમયે ધ્વજના રંગો લાલ, પીળા અને લીલા હતા. લીલા પટ્ટી પર ફૂલ હતું, પીળી પટ્ટી પર વંદે માતરમ લખેલું હતું અને લાલ પટ્ટી પર ચંદ્ર અને સૂર્ય દોરેલા હતા.

