વૃક્ષો વાવો, જીવન બચાવો.
વૃક્ષો વાવો, સમૃદ્ધિ લાવો.
આજે દેશ જ્યારે ગ્લોબલ વોમીંગની પરિસ્થતિમાંથી પસાર થઈ રહ્યો છીએ ત્યારે એકાએક સૌને કુદરતની કિંમત સમજાઈ રહી છે. અત્યાર સુધી બિલ્ડીંગ કે ફેકટરીઓ બનાવવા માટે જે હાથો વારંવાર વૃક્ષો કાપવા માટે ઉઠતા હતા એ જ હાથો હવે વૃક્ષો વાવવા નીકળી પડ્યા છે. બીજી લહેર બાદ ઓક્સિજનની સખત તંગી પડતાં આજે દરેક વ્યક્તિને વૃક્ષોનું મહત્વ સમજાયું છે, ઓકિસજનની કટોકટીનો સામનો કર્યા બાદ આજે પર્યવરણ જાગૃતિ માટે અત્યાર સુધી માત્ર વિચાર કરનારા યુવાન હૈયાઓ આજે એ વિચારોને અમલમાં લાવવા નીકળી પડ્યા છે. ઘણી સામાજિક સંસ્થાઓ પણ વૃક્ષારોપણનાં કાર્યમાં મદદરૂપ થઈ રહી છે જે ખરેખર સરાહનીય છે. જયારે ચોમાસાની ઋતુ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આ સમય દરમ્યાન વૃક્ષો વાવવા માટે ઉત્તમ છે. જો એક વ્યક્તિ એક વૃક્ષ વાવવાનું, તેનું જતન કરવાનું નક્કી કરે તો હજ્જારો વૃક્ષોનાં વાવેતર દ્વારા અખૂટ પ્રાણવાયુનું ઉત્પાદન શક્ય બની શકે છે.
પીપળો, વડ, લીમડો, કરંજ, ખાટી આંબલી,દેશી આસોપાલવ, ગરમાળો, શીમળો, સેવન, મહુડો, શીસમ, સીતા અશોક, અર્જુન, તુરા આંબરા, પારીજાત, વસંત, પારસ પીપળો, કદમ, બિલ્લી, સોપારી, ફણસ, રગતરોહીડો, રૂખડો વગેરે જેવા વૃક્ષો ગામમાં વાવી શકાય છે. ચકલી જેવા પક્ષીઓ માટે વૃક્ષ ઉંબરો, સેતુર, બદામ, મીઠી આંબલી, ફાલસા, રાયણ, ખીજડો, દેશી બાવળ, લીચી, અંજીર, ઉંબરી, ગુંદી, ગુંદો, જામફળ, જાંબુ, ચિકુ, દાળમ, પિપડી, પીલુ ખારા + મીઠા, દેશી આંબો વગેરેનાં વાવેતરથી કુદરતનાં ફળ સમા પક્ષીઓનું પણ જતન કરી શકાય છે.
વૃક્ષ એટલે ઓકિસજનનું નિ:શુલ્ક કારખાનું.
વૃક્ષમં શરણં ગચ્છામિ.
-મિત્તલ ખેતાણી (મો. 98242 21999)