New Delhi,તા.20
રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ (એનસીઈઆરટી)એ પાઠ્ય પુસ્તકમાં ઓપરેશન સિંદૂરને સામેલ કર્યા છે. તેના માટે ધો.3થી12 શા માટે ઓપરેશન સિંદુર પર બે વિશેષ મોડ્યુલ જાહેર કર્યા છે.
પાઠ્ય પુસ્તકમાં પુરક સામમગ્રી તરીકે સામેલ કરવામાં આવેલ આ મોડ્યુલ ઓપરેશન સિંદૂરના ત્રણ મહિના બાદ આવ્યા છે. પ્રારંભીક અને માધ્યમિક સ્તરે એટલે કે ધો.3થી8 માટે આ બે મોડયુલનું શીર્ષક ‘ઓપરેશન સિંદૂર- વીરતાની ગાથા’ અને માધ્યમિક સ્તર પર એટલે કે ધોરણ 12 માટે ‘ઓપરેશન સિંદૂર- સન્માન અને બહાદુરીનું મિશન’ છે.
આ મોડયુલ સ્કુલી બાળકોમાં ભારતની સૈન્ય શક્તિના બારામાં જાગૃતિ વધારવાના ઉદેશથી બનાવાયા છે. આ મોડયુલમાં ઓપરેશન સિંદૂરને ન માત્ર સૈન્ય અભિયાન બતાવાયુ છે, બલ્કે શાંતિની રક્ષા અને પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના સન્માનનો વાયદો પણ બતાવાયો છે.
આ ઉપરાંત 2016માં થયેલ ઉરી હુમલો અને 2019માં પુલવામાં હુમલા જેવા વિશિષ્ટ આતંકી હુમલાની પણ સંક્ષેપમાં ચર્ચા કરાઈ છે.