રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૮.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૬૪૪ સામે ૮૧૬૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૪૯૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૮૫૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૩૩ સામે ૨૪૯૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૮૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા જીએસટી માળખાના સરળીકરણ સાથે જીએસટી દરોમાં ઘટાડો કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યા બાદ હવે દેશમાં મેન્યુફેકચરીંગ – ઉત્પાદનને પ્રોત્સાહન આપવા કોટન સહિતની ગુડ્સ પર આયાત ફ્રી કરી દેતાં આજે ફંડો, મહારથીઓએ સતત ત્રીજા દિવસે અવિરત તેજી કરી હતી. ઉપરાંત ચોમાસાની સમગ્ર દેશમાં થયેલી સાર્વત્રિક સારી પ્રગતિને કારણે ચાલુ વર્ષે કૃષિ ક્ષેત્રે મબલક પાક મળવાની આશા સાથે કૃષિ ઉત્પાદન વધવાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થવાની સાથે મોંઘવારીમાં પણ ઘટાડો થવાની અપેક્ષાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
આ સાથે વૈશ્વિક સ્તરે પણ સકારાત્મક સંકેતો મળ્યા સાથે યુક્રેન – રશીયા યુદ્ધમાં અમેરિકામાં મળેલી ટ્રમ્પ – ઝેલેન્સ્કી અને યુરોપના દેશોના નેતાઓની મીટિંગ બાદ ગમે તે ઘડીએ સીઝફાયર થવાની શક્યતા પ્રબળ બનતા આજે વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ તેજીમય બન્યું હતું અને તેની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, યુએસ ટેરિફ જોખમોમાં ઘટાડો થવાના આશાવાદે બુધવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો, જયારે રશિયા તથા યુક્રેન વચ્ચે સમાધાન કરાવવામાં ટ્રમ્પ સફળ રહેશે તેવી શકયતાએ રશિયા પરના પ્રતિબંધો દૂર થશે જેને કારણે વિશ્વ બજારમાં ક્રુડઓઈલનો પૂરવઠો વધી જવાની ગણતરીએ ક્રુડઓઈલના ભાવ ઘટાડા તરફી રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેકસ, ફાઈનાન્સિયલ સર્વિસીસ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ એનર્જી, ઓટો અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૨૫ અને વધનારની સંખ્યા ૨૩૪૩ રહી હતી, ૧૭૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઈન્ફોસિસ લિ. ૩.૮૮%, ટાટા કન્સલ્ટન્સી ૨.૬૯%, હિંદુસ્તાન યુનિલિવર ૨.૪૮%, એનટીપીસી ૨.૧૦%, ટાટા સ્ટીલ ૧.૭૯%, ટેક મહિન્દ્ર ૧.૭૬%, ઈટર્નલ લિ. ૧.૫૭%, એચસીએલ ટેકનોલોજી ૧.૨૯% અને ભારતી એરટેલ ૦.૯૬% વધ્યા હતા, જ્યારે બીઈએલ ૨.૧૬%, બજાજ ફાઈનાન્સ ૧.૬૪%, ટાટા મોટર્સ ૧.૪૯%, ટ્રેન્ટ લિ. ૦.૮૨%, આઈટીસી લિ. ૦.૭૫%, બજાજ ફિનસર્વ ૦.૭૩%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૫૩%, કોટક બેન્ક ૦.૫૨% અને લાર્સેન લિ. ૦.૫૧% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૭૦ લાખ કરોડ વધીને ૪૫૬.૧૮ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૫ કંપનીઓ વધી અને ૧૫ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારત માટે તાજેતરમાં બે મોટા સકારાત્મક વિકાસ નોંધાયા છે. એક તરફ સરકાર દ્વારા જીએસટી દરમાં ફેરફારના સંકેત આપવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ભારતનું લાંબા ગાળાનું સોવરિન ક્રેડિટ રેટિંગ એક સ્તર ઉપર સુધાર્યું છે અને આઉટલુકને ‘સ્થિર’ રાખ્યું છે. આ બંને પગલાં બજારના સેન્ટિમેન્ટને મજબૂત કરે છે અને દેશની આર્થિક વિશ્વસનીયતા અંગે સકારાત્મક સંકેત આપે છે. પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે આ હકારાત્મક સમાચારોથી વિદેશી રોકાણકારોની તાત્કાલિક વાપસી શક્ય નથી. વાસ્તવિક તેજી ત્યારે જ આવશે જ્યારે કંપનીઓની કમાણીમાં સ્પષ્ટ સુધારો જોવા મળશે અને નીતિગત વાતાવરણ સ્થિર રહેશે. એનએસડીએલના આંકડા દર્શાવે છે કે કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ અંદાજે રૂ.૧.૧૭ લાખ કરોડના શેર વેચ્યા છે.
વિદેશી રોકાણકારો હાલ ઉભરતા બજારો તરફ નજર રાખી રહ્યા છે, કારણ કે અમેરિકામાં એઆઈ આધારિત તેજીથી શેરના ભાવ ખૂબ ઊંચા પહોંચી ગયા છે. ભારતે પાછલા ક્વાર્ટરમાં નબળું પ્રદર્શન કર્યું છે, પરંતુ નિષ્ણાંતોને આશા છે કે ૨૦૨૫ – ૨૬ના બીજા ભાગમાં પરિસ્થિતિમાં સુધારો આવી શકે છે. તહેવારોની મોસમ, રિઝર્વ બેંક તરફથી વ્યાજ દર ઘટાડાની શક્યતા અને સરકારના વધુ નીતિગત નિર્ણયોથી કંપનીઓની કમાણીમાં વધારો થવાની ધારણા છે. લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી સોવરિન રેટિંગ અપગ્રેડ ભારત માટે ખૂબ સકારાત્મક છે, પરંતુ હાલના સમયમાં ટેરિફ (આયાત ડયુટી) સૌથી મોટું જોખમ છે. જો કે ટેરિફ સંબંધિત પરિસ્થિતિને કારણે શેરબજારમાં ઘટાડો થાય, તો તે લાંબા ગાળાના રોકાણકારો માટે ખરીદીની તક બની શકે છે.
તા.૨૧.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૦.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૦૮૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૧૦૮ પોઈન્ટ થી ૨૫૧૩૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૯૨૬ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૯૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૩૭ થી રૂ.૧૯૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એસબીઆઈ લાઈફ ( ૧૮૬૫ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૮૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૧૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૮૩ થી રૂ.૧૮૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- સિપ્લા લિ. ( ૧૫૫૧ ) :- રૂ.૧૫૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૫૦૩ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૬૭ થી રૂ.૧૫૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૯૮ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૧૩ થી રૂ.૧૫૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૬૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૮૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૬૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૧૦૩ થી ૧૧૨૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- બજાજ ફિનસર્વ ( ૧૯૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હોલ્ડિંગ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૯૦ આસપાસ સપોર્ટથી રૂ.૧૯૪૪ થી રૂ.૧૯૩૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૦૮ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૩૦ ) :- રૂ.૧૪૫૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૬૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૦૮ થી રૂ.૧૩૯૩ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૧૪ ) :- રિફાઇનરી અને માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૫૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૪૯ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૯૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરીઝ ( ૧૨૪૦ ) :- રૂ.૧૨૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૦૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies