Porbandarતા.૨૦
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. રાજીવનગર,મીરા નગર,પારસ નગર,જનકપુરી અને રોકડીયા હનુમાન પાછળનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે. જ્યારે આજે સવારે ૬થી ૦૨ દરમિયાન પોરબંદરમાં ૮.૫ ઈંચ વરસાદ નોંધાયો છે. કુતિયાણામાં ૭ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાણાવાવમાં ૬ ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારે ૬ વાગ્યાથી ૧૨ વાગ્યા દરમિયાન પડેલ વરસાદની વાત કરીએ તો પોરબંદરમાં અનરાધાર ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. કુતિયાણામા પણ ૫ ઇંચ જેટલો વરસાદ વરસાદ નોંધાયો હતો.
પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે મયાણી ગામે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે. પોરબંદર જિલ્લાના મયાણી તેમજ આસપાસના ગામે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે વરસાદના કારણે મયાણી ગામે ખેડૂતોના ખેતરોમાં મગફળી કપાસ સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે.
પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે. જિલ્લાના ફટાણા ગામે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાંતા નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
હવામાન વિભાગના મેપ પ્રમાણે, આજે ૨૦મી તારીખે રેડ એલર્ટની પણ આગાહી આપી છે. આજે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપી છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાયા છે.