Bhavnagarતા.૨૦
ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાના પરવડી ગામમાં નદીનું પાણી ઘુસ્યું છે. પરવડી ગામમાં શેત્રુંજી નદીનું પાણી ઘુસતા ગામના બે ભાગ થયા છે. ગારીયાધાર પાલીતાણા રોડ બંધ થયો છે. પરવડી ગામના મુખ્ય બજાર પાસે નદીનું પાણી ગામમાં આવી ચડતા રોડ બંધ થતાં અનેક વાહન ચાલકો અટવાયા છે. ગારીયાધારના પરવડી ગામમાં નદીનું પાણી ઘુસતા ગામ બેટમાં ફેરવાયું છે.
ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં મેઘરાજાની ઘમાકેદાર એન્ટ્રી થઈ છે. ગારિયાધાર સહિત આજુ-બાજુનાં ગામ સતપડા, ડમરાળા, શિવેન્દ્રનગર, ચોમાલ, માનગઢ, પરવડી વગેરે ગામોમાં જોરદાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ગારિયાધારમાં ધોધમાર વરસાદને કારણે નવાગામ રોડ પર પાણીના પ્રવાહમાં ફોરવીલ કાર ફસાઈ હતી.ગારિયાધારમાં યુવક તણાયો છે. ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો છે. નશાની હાલતમાં ઘરે જતા સમયે ફસાયો હતો. સ્થાનિકોએ તણાયેલા યુવકને બચાવ્યો છે.
ગારિયાધાર સહિત પાંચ ટોબરા, રતનવાવ, સુરનીવાસ, પીપળવા,આણંદપુર, પરવડી, નવાગામ, ખોડવદરી, લુવારા, સરભંડા, ફાચરીયા, નાની વાવડી, રૂપાવટી, ભંડારીયા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના મેપ પ્રમાણે, રેડ એલર્ટની પણ આગાહી આપી છે. આજે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપી છે.