Ahmedabad, તા.21
અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. પીડિતના પરિવારજનો તેમજ ગામના લોકો ઉમટી પડ્યા હતા અને સ્કૂલમાં તોડફોડ કરી હતી. ત્યારે વિરોધ હજુ થમીયો નથી આજે ખોખરા, મણિનગર, સહિતની 200 જેટલી શાળાઓ બંધ રાખવામાં આવી છે. સ્કૂલ સંચાલકો એ સ્વયંભૂ બંધ રાખવાનું એલાન કર્યું છે.
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ 20 ઓગસ્ટના તોડફોડ અને હોબાળો થયો હતો. જે બાદ આજે (21 ઓગસ્ટ) યુથ કોંગ્રેસ અને ગજઞઈં દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને લઇને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી 500 મીટર દૂર સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંધના એલાનને સવારથી મિત્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલીક દુકાનો ચાલુ છે તો કેટલીક દુકાનો સવારથી બંધ છે. સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ છે. તો મણીનગર, ખોખરા, ઇસનપુર વિસ્તારની 200 જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ છે.
વિદ્યાર્થીની હત્યા મામલે આરોપી વિદ્યાર્થીની અટકાયત કરાઈ છે, ત્યારે હત્યા કરનાર વિદ્યાર્થીને મદદ કરનાર અન્ય એક વિદ્યાર્થીની પણ શંકાને આધારે અટકાયત કરાઈ છે. હાલ બંને વિદ્યાર્થીઓ પોલીસ કસ્ટડીમાં છે.
આ મામલે પરિવારે આક્ષેપ કર્યો છે કે, બાળક ઇજાગ્રસ્ત હોવા છતાં સ્કૂલે એમ્બ્યુલન્સ બોલાવાઈ ન હતી. આ ઉપરાંત પાણીનું ટેન્કર બોલાવી સ્ટૂડન્ટના લોહીના ડાઘા દૂર કરી પુરાવાનો નાશ કર્યો છે.

